________________ 494 > આદર્શ મુનિ, ઉપસંહાર નદીના પ્રવાહ માફક ધર્મ આરંભકાળમાં સ્વચ્છ તથા પવિત્ર હોય છે. પરંતુ સમયના વહેવા સાથે એ પ્રવાહ અનેક અન્ય ગુણવાળા સહકારી પ્રવાહના સંગમથી અથવા એમ કહીએ કે એ ધર્મ અનેક પ્રકારના સ્વભાવ તથા ગુણવાળી જાતિએને સ્વીકાર કરવાથી ચંદે અથવા મલિન થાય છે. તેની પૂર્વ નિર્મળતા નષ્ટ થાય છે. તેથી તે સમયે તેના કેટલાક મહાન આત્માઓ તે ધર્મને સુધારવાની કોશિશ કરે છે. એક બીજી વાત, આદર્શ બનવાને માટે તેનું કુટુંબ ધનાઢય હોય એની આવશ્યક્તા નથી. જેટલા સાધુ પુરૂષે, મહાત્માઓ, ગી–સન્યાસીઓ, સમાજ સુધારકે તથા દેશેદ્વારકે થયા છે, તેમણે મેટે ભાગે સામાન્ય કુટુંબમાં જ જન્મ લીધો છે. જે પ્રમાણે તેઓ પિતાના પુરૂષાર્થથી ધીમે ધીમે ઉંચે ચઢયા છે, તે જ પ્રમાણે પ્રત્યેક મનુષ્ય કર્તવ્યપાલન દ્વારા પિતાના જીવનને ઉચ્ચ તથા પવિત્ર બનાવી શકે છે, તથા સમય આવતાં તે પણ મહાત્મા અથવા પરમાત્મા બની શકે છે. જે ધનવાન હોય છે, તેમનાં સંતાન માટે ભાગે આળસુ તથા નિરૂદ્યમી હોય છે એમ માલૂમ પડ્યું છે. જે લેકને પિતાના નિર્વાહાથે અન્ન, જળ ઢંઢવા પડે છે, તેઓ તેને લીધેજ પિતાના જીવનના ઉચ્ચતમ આદર્શને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, તે શીખી જાય છે. પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનાં જીવન તરફ દષ્ટિ ફેંકીશું તે માલૂમ પડશે કે તે તેમની બાલ્યાવસ્થામાં જીવન નિર્વાહ કેટલાં કષ્ટથી