________________ 474 - > આદર્શ મુનિ. જે વક્તાનું હૃદય દુ:ખીઓનાં દુઃખથી દુઃખી રેગીઓના રોગોથી વ્યાકુળ, તથા અત્યાચારીઓના અત્યાચારોથી ત્રસ્ત હોય છે, જે તે પાપીઓની પતિતાવસ્થાપર આંસુ સારે છે તથા વિષયવાસનામાં લુબ્ધ માનવીઓની માનસિક વેદનાએને ખ્યાલ કરી, તેમના ઉદ્ધાર માટે નિરંતર ચિંતન કરે છે, તે તેને અવશ્ય પ્રભાવ પડે છે. જેઓ અજ્ઞાનરૂપી અંધારા કૃપમાં પડેલી જનતા તરફ સંપૂર્ણ કરૂણામય સહાનુભૂતિ રાખે છે, તેમની વાણીમાં અલૈકિક શક્તિ, શબ્દમાં આધ્યાત્મિક ચમત્કાર, વિચારોમાં પ્રતિભા, ભાવમાં સત્યતા તથા ચરિત્રમાં વિશેષતા તથા વિચિત્રતા ન હોય તે શું સંભવિત છે? જે વ્યક્તિ આવાં આભૂષણે તથા શારાના જ્ઞાનથી અલંકૃત તથા સુસજિજત હેય, તે માનવ હૃદય તથા માનવસમાજમાં, અરે નહિ, નહિ, સમસ્ત સૃષ્ટિમાં ઈચ્છિત શક્તિનું સંચાલન કરી યુગાન્તર ઉપસ્થિત કરી ન શકે એ શું બનવાજોગ છે? ચરિત્રનાયકજી આ સઘળી વિભૂતિઓની સાક્ષાત મૂતિ તથા આ દૈવી શક્તિઓનાં ગંભીર પ્રવાહરૂપ છે. પ્રિય પાઠક, આ ઉપરથી તું અનુમાન કરી શકશે કે તેમના આવા અનુપમ પ્રભાવનાં મૂળ કયાં રહેલાં છે? મહારાજશ્રીના ભાષણના પ્રભાવનું એક ખાસ કારણ તેમનું અત્યુચ્ચ ચારિત્રબળ તથા સરળ સ્વભાવ પણ છે. તેઓશ્રીએ શરૂઆતથી જ બ્રહ્મચર્યાદિનું પાલન કરી સંયમવ્રતનું પાલન કર્યું છે. રાગદ્વેષાદિ રિપુઓથી તેઓ હંમેશાં અલિપ્ત રહે છે. સાધુ મહાત્માઓને માટે તે આ ધર્મજ