________________ આદર્શ મુનિ. 475 છે. પરંતુ મહારાજશ્રીમાં ચારિત્ર સંબંધક વિશેષતા પ્રારંભથીજ છે. વ્યસનાદિ કુટેવથી તેઓ સદા સર્વદા અળગા રહ્યા છે. નિરંતર સત્સંગ સેવ, વ્યવહારની સાધારણ વાતેમાં પણ સત્યાસત્ય ઉચ્ચારવાને નિયમ રાખવો, આવી અનેક વાતે આરંભકાળથી જ તેઓશ્રીના ધ્યાનમાં ઠસી ગઈ છે તથા દીક્ષા લીધા પછી તો તે બધી વિશેષ દૃઢ થઈ ગઈ છે, જેના પરિણામે તેઓશ્રીનું જીવન આદર્શ તથા એક પ્રકારે નિર્વિકાર (વિકાર રહિત) બની ગયું છે. આવી અવસ્થામાં જનતા ઉપર તેમને પ્રભાવ પડે, તથા તેમનાં વ્યાખ્યાન જનતા અતિશય રુચિપૂર્વક તથા પ્રેમપૂર્વક સાંભળે તથા પ્રત્યેક સંપ્રદાયના અનુયાયીઓની તેમાં પારાવાર ભીડ જામે, તેમાં આશ્ચર્ય જેવું શું છે? ઉપદેશ આપે તેના કરતાં પિતાનું આદર્શ જીવન જીવી બતાવવું એ અધિક ઉત્તમ છે, તથા તેને અત્યંત પ્રભાવ પડે છે. ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે એવા પશે પરિચમ કરનારાઓને આ જગતમાં ટેટ નથી, પરંતુ આ જગતમાં સાચે સુધારક તે કહેવાય છે, જે સૌથી પહેલે પિતાનામાં સુધારો કરે છે, જેઓ પોતાના અણીશુદ્ધ આચરણ દ્વારા પિતાના વ્યક્તિગત જીવનને આદર્શ બનાવે છે, તેવાઓને અનુપમ પ્રભાવ પડે છે. મદિરાપાન કરતી વ્યક્તિ બીજાને ઉપદેશ આપી મદિરા પાન છેડાવી શકતી નથી. આજ ન્યાય સમાજ સુધારકને પણ લાગુ પડે છે. આ પ્રમાણે કઈ પણ પ્રકારની તકલીફ વિના થઈ બેઠેલા સુધારકે જેઓ માત્ર “પોથીમાંનાં રીંગણાંના ન્યાયે કામ લે છે, તેવાઓ કે જે મેટે ભાગે સદાચારી હતા