________________ આદર્શ મુનિ yee ધ્યાન આપશો તો માલુમ પડશે કે તેઓ સદા સર્વદા એવી બાબતો ચર્ચે છે અથવા ઉપદેશ છે કે જે મનુષ્યની સફળતા તથા ઉત્કૃષ્ટતા માટે પરમાવશ્યક હોય. તેઓશ્રી શ્રેતાઓને કાલ્પનિક પિરાણિક દાર્શનિક તથા યાજ્ઞિક વિષયેથી ભુલભુલામણીમાં તથા તાણાવાણાની ગુંચમાં નાખી તેમની ભાન્તિઓ તથા શંકાઓને વધારતા નથી. પરંતુ તેમની સમક્ષ તે વિષેને નગ્નસ્વરૂપે ઉપસ્થિત કરે છે, કે જે પ્રત્યેક મનુષ્યને માનસિક તથા વ્યાવહારિક જીવન માટે અત્યંત આવશ્યક તથા હિતકર હોય છે. વળી આ પણ એક કારણ છે કે તેઓશ્રીના ઉપદેશ અનિષ્ટોને અનુભવ કરાવનારા તથા સત્યાસત્ય વિવેકશકિતને તીવ્ર બનાવનાર છે. તેઓશ્રી શ્રેતાઓને જે કંઈ પણ આચરવાનું કહે છે, તેવું જ પિતે પહેલા આચરે છે. વ્રત ઉપવાસાદિ કરતા હોવા છતાં તેઓશ્રી નિયમિત રીતે વ્યાખ્યાન આપે છે. પ્રત્યેક માસમાં આંબિલ વ્રત રાખવાનો તેમનો નિયમ છે. વળી જે દિવસે આંબિલ વ્રત કરે છે, તે દિવસે પણ વ્યાખ્યાન અથવા શાસ્ત્રચર્ચાને બંધ રાખતા નથી. શાસ્ત્રાર્થ શૈલી. { આજકાલ શાસ્ત્રાર્થનું નામ બદનામ થઈ રહ્યું છે. જે પ્રકારના ઉપદેશક અથવા મહાપદશેક, શાસ્ત્રી અથવા પંડિત મોલવી અથવા પાદરી હોય છે, તે પ્રકારનો તેમને અનુરૂપ શાસ્ત્રાર્થ હોય છે. જે તમારે દુરાગ્રહ, ધર્માધપણું,