________________ આદર્શ મુનિ. 493 ધર્મસ્થાનમાં જાય તો સારાયે દેશમાં પ્રેમભાવની ખૂબ વૃદ્ધિ થાય, તથા અજ્ઞાનતાને લીધે જે સંકુચિતપણું તથા અવિશ્વાસ ઉત્પન્ન થયાં છે તે સદાને માટે નિર્મૂળ થાય. આધુનિક કાળમાં આપણા દેશ તથા સમાજમાં મતભેદ તથા સિદ્ધાન્ત વિરોધને પ્રબળ રોગ વ્યાપી રહ્યા છે. આ રેગે આપણને એટલા બધા જકડી લીધા છે કે ચાહે કઈ ગમે તે વિદ્વાન અને સમજુ હોય છતાં મત મતાંતરે લીધે તેના વિચારોનો પ્રચાર થઈ શકતો નથી. આપણે આ સંકુચિક વૃત્તિ તથા પારસ્પરિક વૈમનસ્ય વેરભાવ) તથા મતભેદને ત્યજી દઈ હળીમળીને ઉન્નતિના પથગામી થઈએ એ અત્યંત આવશ્યક છે. અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે મહારાજશ્રીના વ્યાખ્યાનને આટલે પ્રભાવ શાથી પડે છે ? મેટે ભાગે અનુભવ ઉપરથી એમ સિદ્ધ થયું છે કે કેટલાક પ્રસિદ્ધ પ્રખર વ્યાખ્યાનકર્તાનાં વ્યાખ્યાન શ્રવણ કરવાથી હૃદય ઉપર જે અસર થાય છે, તેવી અસર તેમનાં લેખિત ભાષણ વાંચવાથી નથી થતી. સ્વર્ગવાસી શ્રીયુત્ ગોખલે, કર્મવીર મહાત્મા ગાંધી, માનનીય પંડિત મદનમોહન માલવીઆ તથા દેશભક્ત સ્વર્ગીય લાલા લાજપતરાયનાં વ્યાખ્યાને શ્રવણ કરતી વખતે હૃદયમાં જે ભાવ ઉત્પન્ન થાય છે, તથા હૃદયને હચમચાવી મૂકે છે, તેવા ભાવ તેમનાં વ્યાખ્યાને પુસ્તકો અગર વર્તમાનપત્રોમાં વાંચવાથી ઉત્પન્ન નથી થતા. વાસ્તવિક રીતે એ પ્રભાવ વ્યાખ્યાનદાતાના વ્યક્તિત્વ, આત્મબળ, ત્યાગ, માધુર્ય, ઉત્સાહ, વાયરચના, ભાષણ શૈલી, તથા સ્વર પરિવર્તન આદિને લીધે પડે છે.