________________ 470. >આદર્શ મુનિ **** ** સ્યના જાણકાર, અમારા દુઃખના નિવારનાર, તથા અમારાં પાપમાંથી બચાવનાર છે. અદ્યાપિપર્યત તેમણે બાળલગ્ન, વૃદ્ધલગ્ન, કન્યાવિકય, અહિંસા, ધર્મ, માંસાહાર, મદિરાપાન, વ્યભિચાર, સબત, અડગ સંપ, સત્ય, ક્રોધ, દયા, ક્ષમા, મોક્ષમાર્ગ, ધાર્મિક તત્વ, મનુષ્યનું કર્તવ્ય, જનસેવા, ભક્તિ, વૈરાગ્ય, પ્રેમ, જ્ઞાન, આત્મજ્ઞાન, દઢતા, ઇચ્છાશક્તિ, કર્તવ્યપાલન, સંસારની અસારતા, સામાજીક જીવન, દુરાગ્રહ, ત્યાગ અને વૈરાગ્ય, સદાચાર, વિદ્યા, તપસાદશ, જીવન સંગ્રામ તથા તેમાં વિજ્ય પ્રાપ્તિ, અતીત સ્મૃતિ, આપણું ધાર્મિક પતન, બ્રહ્મચર્ય, ઈન્દ્રિય નિગ્રહ, પર્યુષણ પર્વ તથા જૈનધર્મ, જૈનધર્મની શ્રેષ્ઠતા, જૈનધર્મની તાત્ત્વિક મીમાંસા, આપણું ગૃહસ્થજીવન, માનસ મુક્તાવલી, સત્યનિષ્ઠા આદિ અનેકાનેક વિષય પર અનેક વ્યાખ્યાને આપ્યાં છે, અને આપી રહ્યા છે. તેને લીધે જાતિ, ધર્મ, સમાજ તથા દેશનું અનેક પ્રકારે હિત સધાયું છે. પરંતુ અતિશય વિસ્તાર થવાના ભયથી અમે અત્રે તેનો ઉલ્લેખ કરતા નથી. વકતૃત્વ શક્તિ એક ભારે અદ્દભૂત ગુણ છે. સવક્તા પોતાની આ પ્રચંડ શક્તિથી યુગાન્તરકારી પરિવર્તન કરી. શકે છે. મુનિ મહારાજની વકતૃત્વ-શક્તિ અતિશય વિકસિત છે. તેઓશ્રીનાં વ્યાખ્યાન અત્યંત સારગર્ભિત, પ્રેરણાત્મક, ઓજસ્વી, સુમધુર, સામાન્ય જનતા સમજી શકે તેવાં સરળ, પ્રભાત્પાદક, મહર, હૃદયગ્રાહી, ચિત્તાકર્ષક તથા સુલલિત હોય છે. વ્યાખ્યાન કરતી વખતે શ્રેતાઓની રુચિ મુજબ ઠેકઠેકાણે મનોરંજન થાય તેવાં વચને પણ ઉચ્ચારે છે. પિતાની આ પ્રતિભાના બળ ઉપર તેમણે માત્ર જૈન જનતા