________________ > આદર્શ મુનિ. ઉપજાવી કાઢેલી નથી, પરંતુ માનવ સ્વભાવ અને હૃદયની ઉચ્ચતમ અવસ્થાનું જવલન્ત ઉદાહરણ છે મુનિશ્રીનું જીવન સિદ્ધ કરે છે કે પ્રત્યેક માનવીમાં પ્રલોભનો તથા કુટેવેને સામનો કરવાનું સામર્થ્ય છે. તે માનવ હૃદયને આશા તથા ઉત્સાહથી તરબોળ કરી મૂકી, તેને ઉચ્ચ તથા પવિત્ર ચારિત્ર માટે મનન કરવાની પ્રેરણા કરે છે. મહારાજશ્રીના બોધ તથા ઉપદેશને મુખ્ય ઉદ્દેશ એ છે કે મનુષ્ય પાપકર્મો તથા દુ:ખમાંથી મુક્ત થઈ આત્મિક શાન્તિ પ્રાપ્ત કરે. તેઓશ્રીનું જીવન આપણને એ શીખવે છે કે સંસારનાં કલ્યાણ તથા સુધારણા માટે સૈથી આવશ્યક વાત એ છે કે પ્રત્યેક વ્યક્તિ અષ્ટાંગ માર્ગનું આચરણ કરે, તથા સમસ્ત માનસિક તેમજ શારીરિક પ્રલોભ, રોગ તથા વ્યાધિઓ સામે અત્યંત પરિશ્રમ ઉડાવી દઢતાપૂર્વક આંતર સંગ્રામ ખેલી નિર્વાણ પદને પામે. આજે સારાયે સંસારમાં અશાન્તિ પથરાઈ ગઈ છે. પ્રત્યેક દેશ તથા પ્રત્યેક સમુદાયમાં મન્થન ચાલી રહ્યુ છે. કેઈ સ્થળે આર્થિક સંગ્રામ ચાલી રહ્યો છે તે કઈ ઠેકાણે સશસ્ત્રયુદ્ધ ચાલી રહ્યાં છે. એક દેશ દરિદ્રતાથી પીડાય છે. તો બીજે ધનમત્તતાથી, બાહ્ય સભ્યતા તથા બાહ્યાડંબરને લીધે વાસ્તવિક સ્થિતિ તથા સમસ્યા તરફ જગતનું ધ્યાન ખેંચાયું નથી. જગતમાં નિત્ય નવીન ઔષધે બહાર પડે છે, તથા આવિષ્કાની સંખ્યા દિન પ્રતિદિન વૃદ્ધિગત થતી જાય છે. પરંતુ તેની વૃદ્ધિ સાથે ડાક્તરો તથા વિદ્યાના સંખ્યાબળમાં પણ વૃદ્ધિ થતી ચાલી છે. આજે રેગીઓને ટાટે નથી હજારો ચિકિત્સા કરનારા તથા ઔષધે થવા છતાં