________________ >આદર્શ મુનિ રથી વાચકવર્ગ સારી રીતે જાણી શકે છે કે મહારાજશ્રીએ જે કઈ ઠેકાણે પિતાને પુનિત પગલાં કર્યા છે તે સર્વ ઠેકાણે તેમના સદુપદેશના પ્રભાવથી અનેક હાનિકારક વ્યસને નાશ થયે છે. દાખલા તરીકે કઈ દિવસે ચલમ નહિ પીવી; આ બાબત ઉપર બારીક નજર કરવામાં આવે તે લગભગ 25 કે 30 વર્ષ જેટલી લાંબી મુદતથી હરહંમેશ ચલમ પીનારા લેકે ભરસભામાં ઉભા થઈ જઈને પાસે રહેલી ચલમને ભૂકકો ભૂકકે ઉરાડી મૂકે છે. એ પ્રમાણે માત્ર એક કે બે માણસોજ કરતા નથી, પરંતુ સભાને મેટો ભાગ કરતે હે છે. અગર જેના હાથમાં સીગારેટ યા બીડી હોય તે તેને પણ ભાંગી–તેડીને જીંદગીમાં કદિપણે તે નહિ પીવાની પ્રતિજ્ઞા કરી લે છે. એ જ રીતે કન્યાવિક્રય નિષેધ, ગાંજો, ભાંગ, ચેરી, વ્યભિચાર, મદિરાપાન અને માંસભક્ષણ વગેરે દરેક બાબત માટે મહારાજશ્રીના સદુપદેશની જનતા ઉપર સચેટ અસર થઈ જાય છે.