________________ 455 આદર્શ મુનિ. તથા વ્યવહારિક ઉન્નતિ સાથે આત્મિક ઉન્નતિ પણ થાય છે. સત્યના પ્રબળ પ્રભાવથી ગુમાવેલી લમી પાછી મેળવી શકાય છે, તથા નિધન પણ ધનવાન બને છે. સત્યથી આ જન્મમાં તો સુખ પ્રાપ્ત થાય છે, પરંતુ આવતા જન્મમાં પણ ધનસંપત્તિ. શરીર સ્વસ્થતા, આદિ નાનાવિધ સુખે સાંપડે છે. સત્યથી માતા પિતા ગુરૂ તથા કટુંબિક જન વિગેરે પ્રસન્ન થાય છે, અને ઝડપથી વિદ્યા મેળવી શકાય છે. માટે સદા સર્વદા સત્ય બેલે તથા આચરે અને અસત્યને તમારી પાસે પણ આવવા દેશે નહી.” આ પ્રમાણે નાનાં નાના સરળ વાક્યથી સત્યનું રહસ્ય સમજાવી વિદ્યાથઓ ઉપર સરસ પ્રભાવ પાડો. મહારાજશ્રીનું વ્યાખ્યાન સમાપ્ત થયા બાદ પાઠશાળાના હેડમાસ્તર શ્રી ચંદુલાલ મેહનલાલ મેદીએ ટુંક વિવેચન કરી પિતાની શાળાને આ દુર્લભ પ્રસંગે પ્રાપ્ત થવા માટે શાળાનું સદભાગ્ય પ્રદર્શિત કરી મુક્તક આવા સરળ ઉપદેશકનાં વખાણ કર્યા. - ચીંચપોકલીથી બીજે દિવસેજ મહારાજશ્રી મુંબઈ તરફ પ્રસ્થાન કરવાના હતા; આ આનંદદાયક સમાચાર જ્યારે નગરની જનતાને મળ્યા ત્યારે તેની ખુશાલીને પાર ન રહ્યો, અને બીજે દિવસે સ્વાગત કરવા માટે સૂર્યોદય થતાં પહેલાં તે ચીંચપોકલીમાં એકત્ર થવા લાગી. પ્રાત:કાળે આઠ વાગે જનતાની જયઘોષણ વચ્ચે મહારાજ સાહેબે ત્યાંથી પ્રસ્થાન કર્યું. માર્ગમાં જનતાની સંખ્યા પૂરની માફક વધતી હતી. આખે રસ્તે જયજયકારના વનિ કર્ણ સ્થાન પર અથડાતી હતી. મહારાજશ્રી સઘળાની આગળ વિચરતા હતા. અને તેમની