________________ આદર્શ મુનિ. 451 રકાવ તે કંઈ નહિ, પરંતુ પાછા ફરતી વખતે અત્રે એક પ્રવચન અવશ્ય કરજે. આના જવાબમાં “જે અવસર એમ જણાવી નાનાં મોટાં ગામે વટાવીને સતારા પધાર્યા. ત્યાં તેઓશ્રીના વ્યાખ્યાનમાં જેન તથા જૈનેતરે ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત થતા. તેઓશ્રીને ઉપદેશ સાંભળી કેટલિાક લોકેએ દુગૅસનેને ત્યાગ કર્યો. વળી અહીંના એક પ્રસિદ્ધ ઈનામદાર સાહેબે આજીવન માંસ ભક્ષણ કરવાને ત્યાગ કર્યો. એક દિવસ જ્યારે મહારાજશ્રી વ્યાખ્યાન આપી રહ્યા હતા, ત્યારે તેઓશ્રીએ એક માણસને એક ઉંદરિયામાં લગભગ 50-60 ઉંદર લઈ જતોજે. આ ઉંદરની બાબતમાં પુછપરછ કરતાં એમ માલૂમ પડયું કે તેમને મારી નાખવામાં આવશે. તેથી કોઈપણ પ્રકારે એ ઉંદરની હિંસા. થતી અટકાવવાને શ્રોતાઓને જણાવ્યું. તેથી રાવ સાહેબ શ્રીમાન મેંતીલાલજી મૂળા તથા શ્રી સવારામ સીતારામ બાજારેએ પેલા માણસને સમજાવી ઉંદરોને અભયદાન અપાવ્યું. - તા. ૬-૧-૧૯૧ને દિવસે અત્રેના પ્રસિદ્ધ અગ્રગણ્ય કાર્યકર્તાઓએ તથા વકીલેએ એકત્ર મળી મહારાજશ્રી પાસે એક જાહેર વ્યાખ્યાન કરાવ્યું. જેમાં લગભગ 700-800 શ્રેતાઓ હાજર હતા. મહારાજશ્રીએ “આત્મા તથા ધર્મ એ વિષય ઉપર એક અતિશય સરળ અને હૃદયગ્રાહી વ્યાખ્યાન આપ્યું. તેઓશ્રીની પછી ત્યાંના જાણીતા વકીલ રાવબહાદુર બી. એ. એલ. એલ. બી. એ ટુંક વિવેચન કરી મહા