________________ 440. > આદર્શ મુનિ. ખરાબ વ્યસનને દૂર ભગાડી શકાય.” તેના ઉત્તરમાં મહારાજશ્રીએ કહ્યું કે હવે પછીનાં ચાતુર્માસ માટે જલગામના શ્રીસંઘને વચન અપાઈ ગયું છે. એક વખતે મહારાજનું સાર્વજનિક પ્રવચન થતું હતું તે વખતે તે જ માગે હમે શનાં ધરણે એક મૃતકની પ્રેતયાત્રા મુસલમાન ભાઈએ લઈ જનાર હતા પરંતુ વ્યાખ્યાન થતા જોઈને તે ભાઈઓ બીજા માર્ગે પ્રેતયાત્રા લઈ ગયા. એમ થવું એ મહારાજશ્રીનાં વ્યાખ્યાન પ્રતિને તેમને હાદિક પ્રેમ સૂચવે છે. ત્યાંથી તેઓશ્રી વિહાર કરીને કુ થઈને વરણગામ પધાર્યા. ત્યાં પણ કેટલાંક વ્યાખ્યાન આપીને વિહાર કરી ગયા ત્યારે કાજી સાહેબ તેમજ કેટલાક મુસલમાન ભાઈઓ ઘણે દૂર સુધી વળાવવા ગયા હતા. મહારાજશ્રી ભૂસાવલી અને નસીરાબાદ થઈને ચાતુર્માસને માટે જલગામ ખાતે પધાર્યા ત્યારે ભગવાન મહાવીરના જયઘોષપૂર્વક ઘણું આડંબરથી તેમને શહેરમાં પ્રવેશોત્સવ કરાવ્યો હતો, ત્યાં શેઠ લક્ષ્મણદાસજીનાં મુકામમાં ઉતારે કર્યો હતો, અને બીજા દિવસથી જ વ્યાખ્યાન શરૂ થયું હતું. ત્યાખ્યાનમાં દિનાદિન જ્યારે જૈન-જૈનેતર વર્ગની હાજરી વધતી ગઈ ત્યારે પાઠશાલામાં સમાવેશ થઇ શકતો નથી એમ લાગ્યું એટલે ત્યાંથી ફેરવીને શેઠ બુધમલજી પ્રતાપમલજીની જગ્યામાં વ્યાખ્યાન દેવું શરૂ કર્યું : કેટલાક દિવસો જતાં જ્યારે એમ જણાવ્યું કે એ જગ્યામાં પણ મનુષ્યોને સમાવેશ થઈ શક્તો નથી ત્યારે આખરે જાહેર રસ્તા ઉપર એક મંડપ ઉભું કરવામાં આવ્યું. તપસ્વીશ્રી મયાચંદજી મહારાજે અને તપસ્વીશ્રી વિજ્યરાજજી મહારાજે અનુક્રમે 80 અને 88 ઉપવાસોની તપસ્યા માત્ર ગરમ પાણી