________________ આદર્શ મુનિ, 433 તે સાંભળ્યું નથી, પરંતુ છ સાત વર્ષ પૂર્વે તેઓશ્રીનું અહીં ચાતુર્માસ હતું ત્યારે તે સાંભળવાનો લાભ લીધો હતો. તે ઉપરાંત રાવતજી સાહેબે શ્રીમંત મહારાજા સાહેબની પાસે મહારાજશ્રીનાં પ્રતિભાશાલી વ્યાખ્યાનોની ભારોભાર પ્રશંસા કરી હતી. વળી તે જ વખતે રાવતજી સાહેબ મહારાજશ્રીનાં મુકામે જઈને તેમને નમસ્કાર કરીને ઘણા લાંબા વખત સુધી વાર્તાલાપ કર્યો હતો. ત્યાર પછી તેઓશ્રી પિતાનાં મુકામે ગયા અને બીજે દિવસે વ્યાખ્યાન સાંભળવા માટે આવ્યા હતા. કાર્તક શુદ 7 ને દિવસે ખ્યાવરના દાનવીર રાયબહાદુર શ્રીમાન શેડ કુંદનમલજી, તેમના પુત્ર શ્રીમાન લાલચંદજી સાહેબ પોતાના પરિવાયુક્ત, તેમજ મુનીમ શ્રી હીરાલાલજી ઉપરાંત વીરમંડળીના કેટલાક સભાસદો મહારાજશ્રીનાં દર્શન માટે પધાર્યા હતા. તેમણે તેઓશ્રીનાં ચાર વ્યાખ્યાન સાંભળ્યાં હતાં. - શેઠશ્રીએ સં. ૧૯૮૨ની સાલમાં પ૨૦૦ રૂપીયાના ખર્ચે એક વિશાલ અને સુંદર મકાન ખરીદીને રતલામની શ્રી જૈનેદય પુસ્તક પ્રકાશક સમિતિને અર્પણ કર્યું હતું. તેનું નિરીક્ષણ પણ ક્યું. તેનું વિસ્તૃત કાર્યક્ષેત્ર જોતાં ફરીથી રૂ. 1100 ની ભેટ આપી હતી તેમજ રૂ. 1100, આગ્રાના અનાથાલયને મોકલ્યા. રતલામની જૈન પાઠશાળાને પણ રૂ. 200, આપ્યા હતા. એ ઉપરાંત પાઠશાળાના દરેક વિદ્યાર્થીને એક સુંદર ટેપી તેમજ ચાર ચાર લાડવા પણ આપ્યા હતા.' આસો સુદ ૧૦ને રોજ ઘણા ઠાઠમાઠ સાથે ઈદ્રસલજીને દીક્ષા આપવામાં આવી. ચરિત્રનાયક તરફથી પૂજ્ય