________________ આદર્શ મુનિ. 437 વ્યાખ્યાનો થયાં હતાં. પરિણામે કેટલાક ખેડુતલેકે દર અમાવાસ્યાએ ખેતીના કામ માટે બળદને નહિ જોડવાની પ્રતિજ્ઞા કરી હતી. ત્યાંથી મહારાજશ્રી “બહાદુરપુર પધાર્યા. ત્યાં શ્રીમાન રામલાલજી મિશ્રના આગ્રહથી તેઓશ્રીએ બે વ્યાખ્યાન આપ્યાં હતાં. પરિણામે મદિરાપાન ત્યાગ, માંસ ભક્ષણ ત્યાગ, અને પરસ્ત્રીગમન ત્યાગ વગેરે અનેક નિયમ લેવાયા હતા. એ ઉપરાંત ખેતીના કામ માટે બળદોને નહિ જોડવાની બંધી કરી. ત્યાંથી મહારાજશ્રી ‘અમલનેર પધાર્યા. ત્યાં મહાવીર સ્વામીને જમેન્સવ ત્રણે ફીરકાના જને તરફથી ઘણુ ઠાઠમાઠથી ઉજવવામાં આવ્યું હતું. તે દિવસે બહારગામના તેમજ શહેરના લોકેથી સભામંડપ ચીકાર ભરાઈ ગયો હતો. પ્રતાપ મીલ્સના માલીક શ્રીમાન પ્રતાપશેઠ પણ વ્યાખ્યાનમાં આવ્યા હતા. તે ઉપરાંત વકીલ, ડોકટરે અને શિક્ષકની સંખ્યા પણ પુષ્કળ પ્રમાણમાં હતી. મહારાજશ્રીએ શ્રી મહાવીર ભગવાનના જન્મથી શરૂ કરીને સંસારમાં પર્યટન કરીને તેમણે અહિંસાને ઝડે કેવી રીતે ફરકાવ્યો એ વિષય ઉપર ઘણું રહસ્યપૂર્ણ અને પ્રભાવશાલી વ્યાખ્યાન આપ્યું હતું. આ જન્મોત્સવ નિમિત્તે શ્રી મહાવીર મંડળ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. માલી લેકના આગ્રહથી તેમના લત્તામાં પણ એક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું, પરિણામે અનેક પ્રતિજ્ઞાઓ લેવાઈ હતી. જોઈ લેકેએ દરેક અગીઆરસ અને ચાદશના દિવસોએ માછલાં નહિ મારવાની પ્રતિજ્ઞા કરી હતી. ત્યાંથી મહારાજશ્રી દેહ થઈને ધરણગામ પધાર્યા હતા.