________________ આદર્શ મુનિ. 431 પૂજ્યશ્રી અનેક શાસ્ત્રોના ઉદાહરણ સાથે સૂત્રનું પ્રવચન કરે અને પછી ચરિત્રનાયકશ્રી સુંદર અને હૃદયગ્રાહી વિષયને સંબંધ દર્શાવતું વ્યાખ્યાન કરે. એમાં જ્યારે શ્રોતાઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જ ચાલી, અને તેમને સમાવેશ જ્યારે ત્યાં થઈ શકે નહિ ત્યારે રસ્તાની સડક ઉપર બેસવાનો પ્રબંધ પણ કરાવ્યો હતો. લગભગ એ અરસામાં માડારાજશ્રીની પાસે રહેતા તપસ્વી મયાચંદજી મહારાજે 38 દિવસના ઉપવાસ માત્ર ગરમ પાણીના આધારેજ કર્યા. તેની પૂર્ણાહુતિ બીજા શ્રાવણ સુદ 10 ને શનિવારે હતી. આ તપસ્યાના ઉત્સવ નિમિત્તે શ્રીસંઘ તરફથી બધા વર્તમાન અને સમાચાર મોકલ્યા હતા, તેમજ દરેક ઠેકાણે આમંત્રણ પત્રિકાઓ પણ મેકલાવી હતી. પરિણામે કેટલાય ગામે તેમજ શહેરમાંથી લગભગ હજાર-બાર જેટલા માણસો આ ઉત્સવ ઉપર હાજર થયા હતા. તપસ્યાની પૂર્ણાહુતિના દિવસે પહેલાં પૂજ્યશ્રીએ ભગવતીસૂત્રના અર્થનું સ્પષ્ટીકરણ કર્યું હતું. ત્યાર પછી મહારાજશ્રીએ “મનુષ્ય જીવન એ વિષય ઉપર એક વ્યાખ્યાન પણ આપ્યું હતું. આ પ્રસંગે જાવરાનિવાસી શ્રીમાન શેઠ સૌભાગ્યમલજી મહોદયે દૂર દૂરથી પધારેલા સજજનોને અને અમલદાર વર્ગ ને વળી એકત્ર થએલ જનસમૂહનો રતલામ શ્રીસંઘ તરફથી ધન્યવાદ આયે હતું અને તેની સાથે જનસમૂહમાં જ્ઞાન પ્રસારની ઘણી આવશ્યક્તા જણાવી જ્ઞાનપ્રચારની ઉચિત યોજના ઘડવા માટે સાંજે સાડાસાત વાગે એક સભા બેલાવવાનું જાહેર કર્યું હતું. ત્યાર પછી શ્રીમાન છોટાલાલજી સાહેબ અને શ્રીમાન ચાંદલજી સાહેબ તરફથી અનુમોદન તેમજ તેને ટેકે મળતાં