________________ 430. > આદર્શ મુનિ મૂકાવ્યું. તેમ છતાં વિજ્યાદશમીના રાષ્ટ્રીય પર્વ ઉપર ફકત પાડાને વધ કરવા સિવાય જીવદયા પળાવવી. ઉપરાંત શ્રી મહાવીરજયંતી, શ્રી પાર્શ્વનાથ યંતી અને ઘટિઆવલીમાં મહારાજશ્રીના આવવાજવાના દિવસોએ જીવદયા પળાવવાને એક હૂકમ કરમાવી દીધો. રેલવહેડાના ઠાકોર સાહેબે વૈશાખ, ધાવણ, ભાદરવા અને કાર્તક એ ચાર મહીનામાં ક્યારે અને કઈ પણ શિકાર નહિ કરવાની સુંદર પ્રતિજ્ઞા કરી, એટલું જ નહિ, પરંતુ તેમણે શ્રી મહાવીર જયંતી, શ્રી પાર્શ્વનાથ જયંતી અને મહારાજશ્રીના રેલાયેડા ખાતે આવવા જવાના દિવસે જીવદયા પળાવવાને નિયમ લેવરાવ્યો. ઠાકોર સાહેબે મહારાજશ્રીને એ વાત પ્રસંગોપાત જણાવી દીધી કે દારૂ નહિ પીવાની પ્રતિજ્ઞા તે મેં ચાર વર્ષથી કરેલી છે, અને ઓછડીના ઠાકોર સાહેબે દરેક અમાવાસ્યા, મહાવીર યંતી ને પાર્શ્વનાથત્યંતીના દિવસોમાં બીલકુલ શિકાર નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યાંથી મહારાજશ્રી વિહાર કરીને નિંબાડા, મન્દસર, અને જાવરા થઈને નામલી પધાર્યા. ત્યાંના ઠાકોર સાહેબે મહારાજશ્રીની અતિ સુંદર ભક્તિ કરી હતી. તે વખતે તેઓશ્રીના કુમાર રાજેન્દ્રસિંહજી સાહેબ (કે જેઓ શ્રીમંત મહારાજાધિરાજ સવાઈશ્રી યશવંતરાવ બહાદૂર (બી) હેકર નરેશના સહાધ્યાયીઓ તેમજ મિત્ર (Companions)માંના એક હોઈ અત્યંત પ્રિય અને હસમુખા છે તેઓને ઈન્દોરની હોલ્કર કેલેજમાં ઉનાળાની રજા પડતાં ઘેર આવેલ હતા) પણ મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળી ઘણા પ્રસન્ન થયા હતા. મહારાજશ્રી ત્યાંથી વિહાર કરીને રતલામ ખાતે પધાર્યા, અને પૂજ્યશ્રીનાં દર્શનનો લાભ લીધો. પહેલાં