________________ આદર્શ મુનિ. ૪રી માલીઓ તેમજ વૈશ્યના સંખ્યાબંધ ઘરે આવેલાં છે. માલી લેકે મહારાજશ્રીના ખાસ ભક્ત અને ઉપાસક છે; કારણ કે મહારાજશ્રી દ્વારા જ તેઓ જૈન ધર્માવલંબી બન્યા હતા. જોધપુરમાં પધાર્યા પછી મહારાજશ્રીનું પહેલું ભાષણ સરદાર હાઈસ્કૂલમાં થયું હતું, જ્યારે બીજું ભાષણ કાયસ્થ હાઈ સ્કૂલમાં થયું હતું. મહારાજશ્રીનાં આ બન્ને ભાષણની સુંદર અસર અહિંના બાલકગણ તેમજ શિક્ષક વર્ગ ઉપર થવા પામી હતી. ત્યાંથી વિહાર કરીને મહારાજશ્રી મહામંદિર ખાતે પધાર્યા. જો કે ત્યાં એક ભાષણ બજારમાં થયું હતું પરંતુ બીજું ભાષણ માલિઓની હાઈ સ્કૂલમાં થયું હતું. ત્યાંથી મહારાજશ્રી કાગા પધાર્યા. જો કે ત્યાં ઓશવાલનું એક પણ ઘર નહતું તે પણ માલીભાઈઓના આગ્રહથી ત્યાં બે ભાષણ આપ્યાં હતાં. ત્યાંથી મહારાજશ્રી નાનાં મોટાં શહેરમાં થઈને વડલૂ ખાતે પધાર્યા. ત્યાં તેઓશ્રીએ પિતાની એજસ્વી વાણીના પ્રભાવે જૈનરત્ન પાઠશાળા” નામની એક સંસ્થાની સ્થાપના કરી હતી. આ પાઠશાળા માટે ફંડ પૂરતું અગાઉથી જ થઈ ચૂકયું હતું. આજે તે એ પાઠશાળાએ “જૈન ગુરૂકુળનું રૂપ ધારણ કરેલું છે. ત્યાંથી મહારાજશ્રી નાગેર ખાતે પધાર્યા. ત્યાં મહારાજશ્રીનાં ઘણાં સાર્વજનિક વ્યાખ્યાને થયાં હતાં. વ્યાખ્યાન પ્રસંગે માણસની ભારે ઠઠ જામતી હતી. શ્રીયુત હાકિમ સાહેબ, શ્રીયુત પોલિસ સુપરીન્ટેન્ડેન્ટ સાહેબ, શ્રીયુત ઑકટર સાહેબ વગેરે અધિકારી વર્ગ પણ સારી રીતે વ્યાખ્યાનો લાભ લેતા હતા. આ ઉપદેશની એટલી તે સુંદર અસર હાકિમ સાહેબનાં મન ઉપર થવા પામી હતી કે પિતાને મળતાં માસિક