________________ આદર્શ મુનિઓ 389 (તર્જ-અર્જ પર હુકમ શ્રી મહાવીર) કહાં હૈ રામ ઔર લક્ષ્મણ, કહાં રાવણ એ બલધારી કહાં હનુમાન સા ધા, પતા જિનકે ન થા બલકા. અર્થાત્ તે ભગવાન રામચંદ્રજી કે જેઓ પિતાના પરમ ભક્ત હતા તથા જેમનું જ્વલન્ત ઉદાહરણ નીચેનાં વાકચોથી પ્રગટ થાય છે તે ક્યાં છે? (તર્જ–લાખો પાપી તિર ગએ સત્સંગ કે પ્રતાપસે) રામ તે માતા પિતા, દોકા તાબેદાર હૈ! મેરે જાને તનકા માતાજી તુહે અખત્યાર હૈ અર્થાત્ ચાહે જાહેર બજારમાં મને શા માટે વેચવામાં ના આવે. પરંતુ આ રામ તે હે માતા પિતા ! તમારો દાસ છે. હે માતા! તેની સમક્ષ વનવાસ એ કેવી તુચ્છ ચીજ છે ? પુત્રનું કર્તવ્ય છે કે પિતાની માતાની આજ્ઞાનું કદાપિ ઉલંઘન ને કરે. આવા રામચંદ્રજી મહારાજ ક્યાં છે? અને જેમણે બલિષ્ઠ રાવણનો સંહાર કર્યો. એવા લક્ષ્મણજી કયાં છે? અને જોરમાં જેને જોટો ન જડે એવા હનુમાનજી ક્યાં છે? એ યમરાજ નતો કેઈનાથી ડરે છે, અગર નતો કેઈની લાંચ રૂવત લે છે. આ સંસારમાં તો અનેક મનુષ્ય લાંચ રૂશ્વતથી પોતાનું કામ કઢાવી લે છે. એક વાત છે કે કોઈ એક ગરીબનું ખત એક હાકેમ પાસે હતું. જ્યારે જ્યારે પેલે બિચારો ગરીબ પેલા હાકેમ પાસે તે ખત લેવા જતો ત્યારે ત્યારે પેલા હાકેમ કંઈને કંઈ બહાનું બતાવી, પેલા બિચારાને નિરાશ કરી પાછો કાઢતે. વળી કઈ વખતે કહેતો હમણા પુરસદ નથી, ફરીથી આવજે. હમણાં તેમાં બહુ