________________ > આદશ મુનિ. : ~~~~~~~~~~~ ~~ ~~~~~~~~~~~~~~~ ~ ~~~~~~ ~~~~~~~~~~~~~~ ~: - માટે ચાલુ ચિંતવન તથા ચિંતા, તથા વિશાળ રાજ્યનાં સુખ અને શક્તિઓના સુંદર સંમિશ્રણ સાથે આવી અનુપમ સાત્વિક ભાવના તથા સૈજનાનું આ રાસાયણિક દ્રાવણ? ખરેખરી રીતે આ સદગુણ તેમની પ્રકૃતિ તથા શરીરમાં સોનું અને સુગંધની માફક અતિ શેભાયમાન તથા યુવરાજ પદે આરૂઢનારને માટે અત્યંત સાનુકુળ છે. માગશર સુદ ચતુથીને દિવસે અહીંથી વિહાર કરી મદારા કે જે ઉદયપુરથી ચાર ગાઉ દૂર છે, ત્યાં પધાર્યા. ત્યાં પણ ઉદયપુરની જનતા ઉપદેશ શ્રવણ કરવાને આવતી. અહીંથી મુનિશ્રી ગોદે (બડાગાંવ) પધાર્યા. ત્યાં જેટલા દિવસ મુનિશ્રી રહ્યા તેટલા દિવસ રાજ્ય તરફથી અણુ પળાવવામાં આવ્યો. વળી લેકે તરફથી એક શાળા થાપવા સ્થાયી ફંડ એકઠું કરવામાં આવ્યું. રાજ્ય તરફથી રાજમાતા શ્રીરવતજીની સંમતિ લઈ શ્રીમાન પન્નાલાલજી મેહલે મુન્સરિમ (મુખ્ય વ્યવસ્થાપક) સાહેબ તથા અન્ય રાજયકારભારીઓએ મુનિશ્રીને ભેટરૂપે એક અભયદાન પટે સમર્પણ કર્યો. તેની વિગત માટે પરિશિષ્ટ પ્રકરણ જુએ. અહીંથી વિહાર કરી તરાવલીના ગઢ ઉપર થઈ તરપાલ પધાર્યા. ત્યાં મુનિશ્રીને ઉપદેશ શ્રવણ કરી ઠાકોર સાહેબ મગસિંહજી તથા જાલમસિંહજીએ પક્ષીઓને તથા ઘાસ ખાનારાં જાનવરેને ન મારવાની તથા ચૈત્ર સુદ 13 અને માગશર વદ 10 ને દિવસે કેઈ પણ જીવની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરી. તેજ મુજબ દર વર્ષે દશેરાને દિવસે બકરાને ભેગ ચઢાવવામાં આવતે તે ન ચઢાવવાની પ્રતિજ્ઞા કરી.