________________ આદર્શ મુનિ 401 ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ '* અહીંથી વિહાર કરી મુનિશ્રી નંદવાસ પધાર્યા. ત્યાં લગભગ બે ત્રણ દિવસ રહ્યા. સંત-સમાગમ તે એક ઘડી કે આધી ઘડી થાય તો તે પણ પૂરતો છે. તે પછી તેઓશ્રી તે ત્યાં બેત્રણ દિવસ રહ્યા. તેથી જે તેમનો સદુપગ કરવામાં આવે તે અત્યંત ફળદાયી નીવડવા જોઈએ. તેઓશ્રીના ઉપદેશથી ત્યાં કન્યાવિક્રય તથા કડાના લગ્નની નિન્દનીય પ્રથાને બિલકુલ અંત આવ્યું. કેટલાકે માદક પદાર્થોનું સેવન કરવાનો ત્યાગ કર્યો. કેટલાકે જીવહિંસા ન કરવાના શપથ લીધા. ભીલ તથા કેળી લેકેએ જંગલમાં દવ ન મૂકવાની પ્રતિજ્ઞા કરી. વળી સોની, કાછીઆ તથા કસાઈઓએ પણ દર અમાવાસ્યાને દિવસે અણુ પાળવાને ઠરાવ કર્યો આજ પ્રમાણે ઘાંચીઓએ ઘાણ ચલાવવાનું અને કુંભારેએ ચાક ચલાવવાનું કામ મહિનામાં એક દિવસ બંધ રાખવાની પ્રતિજ્ઞા કરી. અહીંથી વિહાર કરી મહારાજશ્રી ઢેલ કમલ થઈ ભાણપુર પધાર્યા.