________________ આદર્શ મુનિ. 413 કરાવે છે પણ તમે પોતે તે તમારે ધંધો બંધ કરતા નથી. ત્યારે બીજા-જૈનેતર જનો જીવદયા પાલન શા માટે આનાકાની કરે નહિ? એટલા માટે સૈાથી પહેલાં જો તમે તમારે બંધે બંધ રાખશે અને ત્યાર પછી બીજાઓને બંધ રાખવાનું કહેશો તેજ તમે તેમાં સફળતા મેળવી શકશે. એ રીતે બીજા સંપ્રદાયના મુનિરાજોએ પણ પોતપોતાનાં વ્યાખ્યાનમાં આ વિષયનું સમર્થન ક્યું હતું. ત્યારે એશવાલ ભાઈઓએ મળીને લેખિત નિયમ કરાવી લીધું કે, પયુષણના દિવસે માં કઈ પણ પ્રકારનો વ્યવસાય કરે નહિ. જે કેઈથી કદાચિત્ આ નિયમને ભંગ કરવામાં આવશે તે તેણે રૂ. ૨૧ને દંડ જીવદયા ખાતામાં ભરે પડશે. એવી છાપેલી નિયમાવલિને પત્ર જ્યારે સેજત મુકામે ગમે ત્યારે ત્યાંના સજજનેએ પણ તેનું અનુકરણ કર્યું અને પિતાના ગામ માટે પણ પર્યુષણના નવ દિવસ માટે તે નિયમ કરાવી લીધો. જોધપુરની જેમ જનતા જ્યારે આ કાર્યમાં સફળ થઈ ત્યારે તેણે સરકારને ચોથે અને પાંચમના દિવસોમાં જીવદયા પાળવા-પળાવવા માટે પત્ર વ્યવહાર શરૂ કર્યો. જ્યારે જોધપુર દરબારે આખા રાજ્યમાં તે મુજબ જીવદયા પાલન કરવા-કરાવવાનું મંજૂર કર્યું, એટલું જ નહિ પણ આખા સ્ટેટના ખૂણેખૂણામાં ચોથ અને પાંચમના દિવસોમાં જીવદયા પાળવાને હૂકમ પણ બહાર પાડવામાં આવ્યા, તેની સાથે સરકારી દફતરોમાં જૈનેને તેમના પર્વના દિવસો દરમ્યાન રજા આપવાનું ફરમાન કાઢવામાં આવ્યું. એવી મતલબની સુચના અખિલ સ્થાનકવાસી જૈન કેન્ફરન્સને મળવાથી આગળ લખ્યા મુજબ એક તારકરવામાં આવ્યો હતે: