________________ આદર્શ મુનિ. 415 હદયમાં તેની એટલી તે ઉંડી અસર થઈ કે “કન્યાવિક્રય” જેવાં અધમથી પણ અધમ કાર્ય માટે ભારે તિરસ્કાર પેદા થવા પામ્યો હતો. પરિણામે ઉપસ્થિત જનતાએ પ્રતિજ્ઞા કરી કે અમે કદિ પણ આ નિંદ્ય કાર્ય કરીશું નહિ. કરીશું નહિ એટલું જ નહિ, પણ એ કાર્ય કરનારને ત્યાં અમે ભાણું વ્યવહાર સુદ્ધાં રાખીશું નહિ” વગેરે. શ્રાવણ વદ ૧ને રેજ મહારાજશ્રીને વિદ્યાર્થીઓ તરફથી વિનંતિ કરવામાં આવતાં વિદ્યાર્થી એનું કર્તવ્ય વિષય ઉપર વ્યાખ્યાન આપવાનું મુકરર થયું હતું. આ વિષય ઉપર વ્યાખ્યાન આપવાની વાત પ્રગટ થઈ એટલે પૂછવું જ શું? કેટલાય મેટા મેટા ઑફિસરે, વકીલો, બેરીસ્ટરે, ડૉકટરે, હકીમ અને શિક્ષકે વ્યાખ્યાનનાં સ્થાને આવી પહોંચ્યા. આ ભાષણ ભારે ઓજસ્વી ભાષામાં થયું હતું. ' - શ્રાવણ વદ ૩ને રોજ “મહિલા આશ્રમમાં એક વ્યાખ્યાને આપવામાં આવ્યું હતું. તેની એટલી તો સુન્દર અસર થવા પામી કે, તેજ વખતે હાજર રહેલ ગૃહસ્થ વર્ગમાંથી રૂા. 5000 (પાંચ હજાર રૂપીયા)ની મદદનાં વચનો મળી ચૂક્યાં હતાં જેથી એક આશ્રમ સ્થાપવાની યેજના હાથ ધરવિામાં આવી હતી. ભાદરવા સુદ ને રોજ રણવંકા રાઠેડ વંશાવતંસ જોધપુર નરેશ શ્રીમાન હિઝ હાઇનેસ મહારાજા સર ઉમેદસિંહજી સાહેબ બહાદુરના દાદાસાહેબ શ્રીમંત મહારાજા સાહેબ શ્રી ફતેહસિંહજી, કે. સી. આઈ. ઈ. સ્ટેટ કૈઉન્સીલના હેમ મેમ્બર સાહેબ, મહારાજશ્રીનાં દર્શન માટે પધાર્યા હતા. તેમણે