________________ આદર્શ મુનિ 47 તેમનું ભાષણ ભાવપૂર્ણ હતું. તેમાં ગંભીરતા તરવરતી હતી પદકાલિન્ય દૃષ્ટિએ પડતું હતું. જનસમૂહના હૃદય ઉપર ઉંડી છાપ પાડવાની શક્તિ જોવાતી હતી. સમાજ, રાષ્ટ્ર અને દેશની દયાપૂર્ણ હાલત માટે તેમનાં હૃદયમાંથી વચ્ચે વચ્ચે ઉભરા નીકળી આવતા હતા. તેમના અંતઃકરણમાં સમાજના નિરાધાર બાળકો તેમજ વિધવાઓ માટે ભારે લાગણી દેખાઈ આવતી હતી. ઠેકાણે ઠેકાણે ધર્મચુસ્તતાનું દર્શન પણ થઈ આવતું હતું. અને સાથી વધારે મહત્વની વાત તો એ હતી કે કેટલાક ગૂઢ અને ગૂઢતર પ્રશ્નોનું નિરાકરણ કરવાની અજીબ શક્તિ તેમનામાં જોઈ શકાતી હતી. છેવટે તેમણે આનંદમય મુખાકૃતિ ધારણ કરીને કહ્યું કે હું ઘણા લાંબા સમયથી મહારાજશ્રીનાં દર્શન પિપાસુ હતા. તે પિપાસા આજે પૂરી થઈ છે. એમ કહીને તેમણે પોતાની બેઠક લીધી હતી. બપોરની વેળાએ પણ તેઓ, મહારાજશ્રી સાથે વાર્તાલાપ કરવા માટે પધાર્યા હતા. કેટલાય મહત્વના વિષય ઉપર બન્ને વચ્ચે આ પ્રસંગે ઉહાપોહ થયે હતો. તેમાં મુખ્યત્વે તે જૈન સમાજને સુધારો તેમજ કેન્ફરન્સ સંબંધી બાબતે હતી. ' ભાદરવા સુદ ૧૫ને રેજ બાવન ઘરના મેચીઓએ પિતાના પરિવાર સાથે મહારાજશ્રીનાં દર્શનનો લાભ લીધે હતા અને મહારાજશ્રીના ઉપદેશના પરિણામે જીવનપર્યત તેઓએ માંસ ભક્ષણ અને મદિરાપાન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને જૈન ધર્મનું પાલન કરવા લાગ્યા. ત્યાર પછી ક્રમશ: તેઓ નવકારમંત્ર ગણતા શીખ્યા અને સામાયિક ચોવીશ તીર્થકરોનાં નામ વગેરે પણ શીખ્યા હતા.