________________ 38 > આદર્શ મુનિ ~-~~~~-~----------------------------------------------------------~~-~ - * સાંભળવાનો લાભ લીધે, અને મુનિશ્રીને કહ્યું, “કાલે બીજું વ્યાખ્યાન થવું જોઈએ. તે પણ અહીં ન આપતાં હવેલીમાં આપવું જેઉએ કે જેથી લોકોને બેસવાની અગવડ પડે નહિ, અને સઘળાને લાભ મળે.” તેજ દિવસે મધ્યાહનકાળે મહત્ત્વ શ્રી સીતારામદાસ તથા મુનિશ્રી વચ્ચે પરસ્પર વાર્તાલાપ થયો. આ વાર્તાલાપથી મહત્ત અત્યંત પ્રસન્ન થયા. કાતિક વદ એકાદશીને દિવસે વ્યાખ્યાન ભિંડરના મહારાજાની હવેલીમાં આપ્યું. ત્યાં સલુમ્બરના રાવતજીએ ઉપદેશ શ્રવણનો લાભ લઈ મુનિશ્રીને ભેટ તરીકે અભયદાનને પટો અર્પણ કર્યો, જેની વિગત પરિશિષ્ટ પ્રકરણમાં આપવામાં આવી છે. છે . તેજ દિવસે મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી નાઈગામ કે જે ઉદયપુરથી બે ગાઉને અંતરે છે, ત્યાં ગયા. ત્યાં પણ પ્રતિદિન ઉદયપુરની જનતા વ્યાખ્યાન શ્રવણ કરવા આવતી. ત્યાં મુનિશ્રીના ઉપદેશથી એક પાઠશાળા ખોલવામાં આવી, અને એક સારૂ ફંડ એકઠું કરવામાં આવ્યું, જેના વ્યાજમાંથી જ તેને નિર્વાહ ચાલી શકે. - માર્ગશીર્ષ સુદ ૧ને દિવસે ત્યાંથી વિહાર ફરી ફરીથી ઉદયપુરની બહાર આવેલી શ્રીમાન મહેતાજી સાહેબ લક્ષ્મણસિંહજીની ધર્મશાળામાં ઉતર્યા. ત્યાં તેમણે ત્રણ વ્યાખ્યાન આપ્યાં ત્યાં સલુમ્બકરના રાવતજીએ દર્શનનો લાભ લીધે, અને પિતાના રાજ્યમાં પધારવાને અત્યંત આગ્રહ કર્યો. આજ * * તપસ્વી શ્રી મોતીલાલજી મહારાજની તબિયત બરાબર નહિ હોવાને લીધે મુનિશ્રીને વારંવાર ઉદયપુર પધારવું પડતું હતું.