________________ 390 > આદર્શ મુનિ આ બાજુ પેલા હાકેમને મુરબ્બો ખાવાને એ તે ચસ્કો લાગે કે તે વારે ઘડીએ પિતાની બેબી પાસે તે માગત હતે. એમ માગતાં એક દિવસ કહ્યું, કે બીબીજાન! જરા અંદરથી એક ટુકડે તે કાઢે. તેથી બીબીએ અંદર કડછી નાખી, ભરીને બહાર કાઢી તે તેમાં દુર્ગન્ધથી માથું ફાટી જાય તેવું છાણ નીકળ્યું. આ જોઈ નાકે કપડું લગાવી બીબી બેલી, “અરે! જરા જુઓ તો ખરા. પેલે પટ આપણને ઠગીને જતા રહ્યા. ઘડે તો આખે સડી ગએલા છાણથી ભોલે છે. આ ઘટના જે હાકેમને અત્યંત ક્રોધ આવ્યું પરંતુ હવે કરે શું? ખત તે હાથમાંથી જતું રહ્યું હતું. એક દિવસ પેલો હાકેમ કચેરીમાં જ હતું. તે વખતે સંજોગવશાત પેલે ખતવાળે ગરીબ વાણીઓ રસ્તામાં મળે. તેને પેલા હાકેમે કહ્યું, “અરે! પેલું ખત લઈ આવજે, તેમાં થોડી ભૂલ રહી ગઈ છે, તે સુધારવાની છે.” આ સાંભળી પિલાએ જવાબ આપ્યો. “હાકેમ સાહેબ! ખતમાં કંઈ કસુર હોય એમ દેખાતું નથી. પરંતુ જે કંઈ કસર રહી ગઈ હશે તો પેલા મુરબામાંજ રહી હશે.” આ સાંભળી હાકેમ સમજી ગયે કે હવે આ કમબખ્ત ફરીથી દાવપેચમાં ફસાશે નહિ આજ પ્રમાણે જે યમરાજ રૂશ્વત લેતા હેતે તો રૂપીઆ આપનારા હજારે નહિ પણ લાખો માણસો તેને મેં માગ્યા દામ આપી પોતાના દેહને તેના ભયંકર પંજામાંથી છોડાવી લેત. પરંતુ મૃત્યુદેવ લાંચ રૂશ્વત લેતા નથી. હે યુવરાજ મહારાજ કુમાર સાહેબ! દેવદેવીઓને બકરા, મરઘા કે પાડાના ભોગ ધરાવ્યાથી પણ મોત ડરીને જતું રહેતું નથી; વળી એમ કરવાથી આયુષ્ય પણ વધતું નથી કેઈ એક કવિએ ગાયું છે કે: