________________ આદર્શ મુનિ. 301 | (સવૈયા) પિતર પૂત જે દે, ખસમ કહે કે કીજે, લક્ષ્મી દેવ જે દે દુઃખ કહે કે સહિજે, ચંડી દેત સુહાગ તે રાંડ ઘર ઘર ક્યાં હવે: તીર્થ ઉતારે પાપ તે કેઢિયા ઘર બૈઠા ક્યાં રે, જીવ દિયાં જીવ ઉબરે તે સાહ સુલતાના ક્યાં મરે; મંત્ર, યંત્ર હો સિદ્ધ તે ઘર ઘર માંગતા કર્યો ફિરે. અર્થાત્ જે દેવદેવીઓ પુત્ર પુત્રીને આપે તે પછી કન્યાઓનાં લગ્ન કરવાની કયાં આવશ્યક્તા છે? જો લક્ષ્મીજી ધન આપે તે પછી લોકેને દુઃખી થવાનું કારણ શું? વળી ચંડિકા દેવી જે સૌભાગ્ય બક્ષતી હોય તો પછી સંસારમાં વિધવાઓ શા માટે થતી હશે? આ પ્રમાણે દેવ દેવીઓને બકરા, મરઘા કે પાડાના ભોગ ચઢાવવાથી મનુષ્ય ના મરતા હોય તે પછી મોટા મોટા નૃપતિઓ શું તે નહિ કરી શકતા હોય? તેથી દેવ દેવીઓને બકરા, મરઘાં કે પાડાને ભોગ ચઢાવવાથી માણસ મતના મુખમાંથી બચી શકતો નથી. કંઈ એક કવિએ ગાયું છે કે - દેહા) સેતા સેતા કયા કરો, સેતા આવે નીંદ, કાલ સીરાને ય ખડે, તેરણ આવે વીંદ. અર્થાત્ જ્યારે અપૂર્વ અવસર પ્રાપ્ત થાય ત્યારે મનુષ્ય પરોપકાર કરવામાં સહેજે વિલંબ કરે જોઈએ નહિ. સગાઈ ચાહે તે કલકત્તા, અથવા મદ્રાસ કે મુંબઈ અગર તે ગમે તેટલા અંતરે કરવામાં આવે છતાં પ્રસંગે સગાને આવીને