________________ આદર્શ મુનિ 393 ગેડે કી ઢાલ તો રાજા રાના કે મન ભાયેગા. નેકી ઔર બદી દ હી સંગ ચલે મિયારામ મનુષ્ય કી ખાલ તે કછુ કામ નહીં આયેગા માનવ શરીરને જીવતે જીવ સાલમપાક, ખોપરાપાક આદિ પિષ્ટિક ઉત્તમ વાનીઓ ખવડાવીને કેઈના આંગણામાં શાચક્રિયા કરવા બેસાડવામાં આવે, તે એ પ્રિય માનવદેહ સાથે લેકે લડવા ઝગડવાને તૈયાર થઈ જાય છે. વળી એજ માનવદેહ જીવાત્મા જતા રહ્યા બાદ મૃત્યુ અવસ્થામાં બળીને રાખ થઈ જાય છે. આમ છે તે પછી આ શરીરવડે પોપકાર નજ કરવામાં આવે તે પછી એ શું કામમાં આવશે? તેથી આવે. અપૂર્વ માનવદેહ મેળવીને મનુષ્યએ પ્રાણીમાત્રની રક્ષા કરવા તત્પર રહેવું જોઈએ. સત્ય બોલવું, ચેરી માત્રને ત્યાગ કરે, પરસ્ત્રીને માતા સમાન માનવી, સ્વધર્મ પત્નિ સાથે પણ અષ્ટમી, એકાદશી, ચતુર્દશી, પૂણિમા અમાવાસ્યા, તથા પ્રદેપાદિ તિથિઓએ અવશ્ય બ્રહ્મચર્યનું પાલન કરવું; સંપત્તિ મેળવી દીન, હીન, અનાથનું પ્રતિપાલન કરવું, અને વિદ્યાલય, ઓષધાલય, તથા ગેરક્ષા આદિ કાર્યોમાં તન, મન અને ધનથી સર્વદા સહાયતા કરવી, મદિરા પાન, માંસ ભક્ષણ, જુગાર, વેશ્યાગમન, શિકાર ગાંજો, ચરસ, ભાંગ, તંબાકુ આદિ અનિષ્ટને ત્યાગ કરી આત્મન્નિતિ, દેશોન્નતિ, તથા ધર્મોબ્રતિ આદિ ઉત્તમોત્તમ કાર્યોમાં સદા: લક્ષ આપવું, અને બે ઘડી ઈશ્વરસ્મરણ કરવું. આ અને આવાં અનેક કાર્યો કરવાથી મનુષ્ય દેહ મેળવ્યા સાર્થક ગણાય છે. | આટલું કહી મુનિશ્રીએ પિતાને ઉપદેશ સમાપ્ત કર્યો.