________________ આદર્શ મુનિ 311 *****^^^^ ::--- રાણીવાસમાં આપના ઉપદેશામૃતનું પાન કરાવશે, તે મેટી મહેર થશે.” આ વિજ્ઞપ્તિનો સ્વીકાર કરી મહારાજશ્રીએ રાજમહેલમાં એક લાંબુ સારગર્ભિત વ્યાખ્યાન આપ્યું. આ અમૃતતુલ્ય ઉપદેશનું પાન કરીને રાણીવાસમાં અત્યંત આનંદ પ્રસરી ગયા. વ્યાખ્યાન ખલાસ થતાં રાજરાણાજીએ મહારાજશ્રીને કહ્યું, મુનિરાજ! અહીંઆ એક કસાઈ મને મનમાન કર આપી માંસ વેચવાની દુકાન ખોલવાને ભારે પ્રયત્ન આદરી 2 છે પરંતુ એક મામૂલી કર લેવા જતાં અનેક મૂંગાં નિરપરાધી પશુઓને મારે લીધે હંમેશાં વધ થશે, તથા અન્ય અનર્થોની ઉંડી જડ પાશે, એમ સમજી, મેં તેની પ્રાસ્તાવિક પ્રાર્થનાને પૂર્ણપણે અસ્વીકાર કર્યો છે.” આ સાંભળી મુનિશ્રીએ કહ્યું કે આપ જેવા ઉદારચિત્તે પાસે અમે ભિક્ષુકે હરહમેશ એવી આશા તો રાખીએ છીએ. અમે આપની પાસે બીજા કશાની આશા પણ કયાં * રાખીએ છીએ ? આ સાંભળી રાજરાણુ સાહેબે મહારાજશ્રીને ભેટ રૂપે પ્રાણીમાત્રને અભયદાનને એક પટો સમર્પણ કર્યો. (પટાની વિગત પરીશિષ્ટ પ્રકરણમાં આપવામાં આવી છે.) ત્યાર બાદ રાજરાણાસાહેબના સતત પ્રયાસથી અન્ય સરદારેએ પણ નીચે દર્શાવેલા ભિન્ન ભિન્ન ત્યાગ કર્યા અને કરાવ્યા. (1) તલાવદાના શ્રીમાન ઠાકોર સાહેબ ઝાલા અમરસિંહજીએ માછલાં તથા મરઘાને મારવાની પ્રતિજ્ઞા લીધી. (2) શ્રીમાન નારસિંહજી ઝાલાએ સેગંદ લીધા કે આજથી હું કઈ પણ જાનવરને કદાપિ મારીશ નહિ, અને પક્ષીઓના માંસનું ભક્ષણ કરીશ નહિ.