________________ આદમુનિ. 351 આ સાંભળી ચેાથી રાણીએ ઉત્તર આપે કે અપરાધીને મેં જે કંઈ આપ્યું છે, તેની બરાબરી તમે ત્રણ એકઠાં મળીને પણ કરી શકવાનાં નથી. જે આ વાત તમે સાચી ન માની શકો તો પતિદેવને પૂછજો. તેથી રાજાએ વિચાર કર્યો કે હું કોના પક્ષમાં બોલું? અને શા માટે કે ઈને સારૂં માઠું લગાડું? માટે પેલા અપરાધી પાસેજ ઉત્તર અપાવ ઉચિત છે. એ જ પ્રમાણે કરવામાં આવ્યું. અપરાધીએ કહ્યું :–“જેટલા ઉપકાર ચેથી રાણીએ મારા ઉપર કર્યો છે, એટલે બીજી કોઈએ કર્યો નથી. હું મારા જીવનપર્યત મારી આ ચેાથી માતાનો ત્રણ રહીશ. મારે મૃત્યુને ભય ભેજન તથા રૂપીઆથી અળગે થતો નહતો.” હે પ્રિય મહાશય, જુઓ! પેલા અપરાધીને મૃત્યુભય દૂર થતાં, તેને કેવો આનંદ થયે. જો કે તે અપરાધી હતા છતાં તેને બચાવતાં–અભયદાન દેતાં–તેના આત્માને કેટલો અંતિષ થયે! આને જ અભયદાન કહે છે. આ અભયદાન સર્વ દાનોમાં શ્રેષ્ઠ અને ઉત્તમત્તમ છે. જે કઈ તર્કશાસ્ત્રી ઘડીભર માટે તર્ક કરે કે આત્મા તે અમર છે, કોઈને માર્યો મરતે નથી. જુઓ ગીતાજીમાં શ્રીકૃષ્ણચંદ્ર કહ્યું છે - नैनं छिदंति शस्त्राणि, नैनं दहति पावकः। न चैनं क्लेदयंत्यापो, न शोषयति मारुतः॥ अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोभ्य एव च / नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः॥ [ભગવદ્દગીતા અધ્યાય 2, શ્લેક 23-24]