________________ આદર્શ મુનિ, 361. :~*~::::::::::::::: ઉપદેશ. “હે હિનકુલસૂય શ્રીમંત મહારાણ સાહેબ ' અહીંની આપની પ્રજાએ લાગલગાટ અનેક વ્યાખ્યાન સાંભળીને કેટલીએક દૂષિત બાબતોને ત્યાગ કર્યો છે. મેં અહીંયાં વ્યાખ્યાનના આરંભમાં હંમેશાં લોકેને “શ્રી ભગવતીજી સૂત્ર” શ્રવણ કરાવ્યું છે, જેને ખ્યાવર (નિયા શહેર)થી પ્રારંભ કર્યો હતે.” શ્રીમંત મહારાણુ સાહેબે પુછ્યું–શું તે હજી સુધી હું થયું નથી ?" ઉત્તરમાં મુનિશ્રીએ કહ્યું, “હા, હજુ સુધી પૂરું થયું નથી. કેમકે તેમાં ગતમ સ્વામીએ ભગવાન મહાવીરને 3000 પ્રશ્નો પુછયા છે. તે સઘળા હસ્તલિખિત છે. મોટે ભાગે અમારી પાસે જે હસ્તલિખિત છે. મુદ્રિત (છાપેલાં) સૂત્રોમાં વજન વધારે થાય છે. વળી કે બીજા પાસે અમે વજન ઉપડાવી શકતા પણ નથી. અમારી પાસે વસ્ત્ર, પાત્ર આદિ જરૂરગાં હોય છે. અને તે જેટલાં હોય છે તે સઘળાને જાતે ઉપાડીએ છીએ.” શ્રી મહારાણા સાહેબે પૂછયું કે “એ ભગવતીજી સુત્ર કેવાં છે?” ત્યારે મુનિશ્રીએ પૂડામાંથી ભગવતીજી સૂત્ર કાઢીને દેખાડયાં. તેમને શ્રીમાન મહારાણા સાહેબે પોતાના હાથમાં લઈ તેનું અવલોકન કર્યું અને પછી સુનિશ્રીને કહ્યું કે “જે આપને તકલીફ ન થાય તે આમાંથી બે ચાર બાબતો સંભળાવે.” તેથી મુનિ શ્રીએ ભગવતીજી સૂત્રને ઉચ્ચાર્યા. "तेणं कालेणं तेणं समयेणं जाव एवं वयासि के महालोयण्णं भंते ? गोयमामहति महालए लोए पगंत्तं पुरस्थिमेणं असँखेजा