________________ 365 આદર્શ મુનિ એક દિવસ તે રાજાએ પોતાના પ્રધાનને કંઈ ભેટ આપી, બાવસ્તિ નગરી (જે આધુનિક સમયમાં પંજાબ દેશના મધ્યભાગમાં શિઆલકોટના નામથી પ્રસિદ્ધ છેમાં મોકલ્યા. ત્યાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. રાજા પ્રદેશનો જિતશત્રુ સાથે ઘણે ગાઢ સંબંધ હતો. શા માટે નહેાય? રાજાએનું તે એ કર્તવ્ય છે કે પરસ્પર મીઠે સંબંધ રાખે. રાજા પ્રદેશીએ પોતાના પ્રધાનને આજ્ઞા કરી હતી કે, “જયારે રાજા જિતશત્રુ તમને અત્રે આવવાની આજ્ઞા આપે, ત્યારે તમે આવજે.” પ્રધાને ત્યાંથી નીકળીને શ્રાવસ્તિ આવ્યો. અને પિતાના રાજા તરફથી રાજાને કુશળતાના સમાચાર પૂછી, તેણે મેકલાવેલી ભેટ રાજા જિતશત્રુને અર્પણ કરી. રાજાએ પ્રધાનનો યથાગ્ય સત્કાર કરી, પિતાને ત્યાં અતિથિ તરીકે રોકો. . એ સમયે ત્યાં કેશીશ્રમણ મુનિ મહારાજ પિતાની શિષ્ય મંડળી સહિત વિરાજતા હતા. તેઓ હંમેશાં પ્રાત:કાળે ઉપદેશ કરતા હતા. રાજા જિતશત્રુ પણ ઉપદેશ શ્રવણ કરવાને જતો હતો. અત્રે આવેલા પ્રધાનને કેાઈની મારફતે મુનિશ્રી વિશે સમાચાર મળ્યા, તેથી તેણે વિચાર કર્યો કે ઉપદેશ કે થાય છે? મુનિ કેવા છે? તે વિગેરેથી પરિચિત થવું જોઈએ. આ પ્રમાણેનો વિચાર કરી પ્રધાન વ્યાખ્યાન સ્થળે પહોંચી ગયો. રાજા જિતશત્રુ મુનિની સન્મુખ જઈ, નમસ્કાર કરીને નીચે બેઠે, પ્રધાન પણ તેજ મુજબ નમસ્કાર કરીને મુનીની સમીપ બેઠે. ત્યારબાદ કેશીશ્રમણ મુનિએ પોતાની ઓજસ્વી ભાષામાં, ગંભીરતાપૂર્ણ, સારગભિત શબ્દોમાં ઈશ્વર, આત્મા, સ્વર્ગ તથા નરકના અસ્તિત્વનું દિગ્દર્શન કરાવ્યું. આ વ્યાખ્યાને પ્રધાનના હૃદય ઉપર પુષ્કળ પ્રભાવ પાડયો. મુનિના