________________ > આદેશ મુનિ. પ્રત્યેક શબ્દમાં ભાવના હતી, રસ હોતે, અગાધ જ્ઞાન હતું. વળી સમગ્ર વ્યાખ્યાન અમૃતની માફક હૃદયને પરમ સુખદાયક હતું. મુનિના શબ્દએ પ્રધાનના હૃદયમાં ઈશ્વર, આત્મા, સ્વર્ગ, તથા નરક આદિના અસ્તિત્વ વિષે નવીન પ્રકાશ પાડે. ઉપદેશ સમાપ્ત થયા બાદ પ્રધાને પિતાને ધન્યવાદ આપી મુનિશ્રીને વિનયપૂર્વક કહ્યું. “હે ભગવન્! આજપૂર્વે હું નાસ્તિક હતો. પરંતુ આજે આપના અમૃતતુલ્ય ઉપદેશનું પાન કરી હું આસ્તિક બન્યું છું. સ્વામિન ! જે હું નાસ્તિક હતો, તેજ સિતમ્બકા નગરીને નૃપાલ પ્રદેશ પણ નાસ્તિક છે. તેથી જો આપ કૃપા કરી ત્યાં પધારશે, અને તેને ઉપદેશ કરશે, તે ઘણે ભારે ઉપકાર થશે. કૃપા કરી મારી આ વિજ્ઞપ્તિને આપ સ્વીકાર કરે.” કેશીશમણે ઉત્તર આપે, “ઈશું.” આ સાંભળી પિતાની વિજ્ઞપ્તિને સ્વીકાર થશે, એવી પ્રધાનને ઝાંખી થઈ થોડા દિવસો વીત્યા બાદ શ્રાવસ્તિના ભૂપાલે આવેલા પ્રધાનને પ્રદેશ રાજા માટે ઉપહાર આપી પાછા ફરવાની આજ્ઞા આપી. તે મુજબ પ્રધાન પિતાને નગર પાછો ફર્યો, અને રાજા જિતશત્રુની રાજાને ક્ષેમકુશળતાના સમાચાર પુછી રાજાએ મેકલેલી ભેટ અર્પણ કરી. ત્યારબાદ પ્રધાને માળીને આજ્ઞા કરી કે મેં ઉપર “મુહપત્તિ' બાંધેલા સાધુઓ અહીં આવી ચઢે તે તેમને વિશ્રાતિ સ્થાન આપી તેમના આવ્યાના સમાચાર આપવા આવજે.” કેટલાક દિવસો વીત્યા બાદ પેલા કેશીશ્રમણ મુનિએ પિતાના ધર્મોપદેશને અનેક મનુષ્યને લાભ આપી સિતમ્બકા નગરીમાં પધરામણી કરી. મુનિશ્રીના આગમનના સમાચાર