________________ 382 > આદશ મુનિ. રાજા પ્રદેશી પણ ધર્મ પર સારી રીતે નિષ્ઠા રાખી દાન, દયા તથા પપકાર કરતા કરતો અંતે સગતિને પામે. આનું વર્ણન “રાય પ્રસર્યું સૂત્ર માં ખૂબ લંબાણથી કરવામાં આવ્યું છે. હે હિન્દુકુલસુર્ય મેવાડાધિપતિ! આ પ્રમાણે તે પ્રદેશી રાજાએ સત્સંગના પ્રભાવથી ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું. સત્સગના મહિમાનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે. સત્સગનો મહિમા અપરંપાર છે. ત્યાર પછી મુનિશ્રીએ ઉપદેશને સમાપ્ત કરતાં કહ્યું, હે મહારાણ સાહેબ ! આપની આ નગરીમાં ધર્મધ્યાન બહુ સારી રીતે થયાં સેંકડે મનુષ્યએ દુરચરનો ત્યાગ કર્યો, અને તેથી મારૂં ચિત્ત અત્યંત પ્રફુલ્લિત થયું છે. આપે પણ અત્યંત ઉપકાર કર્યો છે. આ સાંભળી મહારાણી સાહેબે મુનિશ્રીને પુછયું. “આપ કાલે કર્યો વખતે પધારશે ?' મુનિશ્રિએ કહ્યું—લગભગ એક અથવા દોઢ વાગે.” ત્યારે મહારાણાએ પૂછયું કઈ બાજુથી પધારશે?” મુનિશ્રીએ પ્રત્યુત્તર આપ્યો-“ઘણા ગામના રહેવાસીઓ પોતપોતાના ગામથી લઈ જવાને આગ્રહ કરી રહ્યા છે, તેથી જે અવસર હશે, તે બાજુ ચાલ્યા જઈશું” ત્યાર પછી મહારાણાજીએ કહ્યું - ફરીથી કંઈ દિવસ આ તરફ પધારજો.” મુનિશ્રી ત્યાંથી નીકળી પિતાને નિવાસસ્થાને જતા હતા, એટલામાં મહારાજ કુંવર સાહેબ તરફથી સંદેશો મળે