________________ 384 - આદર્શ મુનિ. પાસે માગણી કરવામાં આવે તો તે વખતે નકારાત્મક જવાબ આપતાં સહેજ પણ વિલંબ કે સંકેચ થતું નથી, પરંતુ વરાંગનાના નૃત્ય માટે પાથરણાની માગણી થાય તો ચારે બાજુથી પૂરવેગે દોડતા લઈ આવે છે. દરેક જણને લેવા મોકલનાર એમ કહે છે કે આ સઘળો કલિયુગને મહિમા છે, પરંતુ જ્ઞાન થતાં જ્ઞાનીઓએ તે સ્થળે પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. સેવૈયા. પરિપૂરણ પાપ કે કારણકે, ભગવંત કથા ન રુચે જિનકે ! સુકાજ કે છેડ કુકાજ કરે, ધન જાત હૈ વ્યર્થ સદા તિનકે! ઈક રાંડ બુલાય નચાવત હૈ, નહિં આવત લાજ જરા તિનકે! મૃદંગ ને ધિક હૈ ધિક હૈ, સુરતાઝ કહૈ નિકે કિનકે ! તબ હાથ પસારિકે રાંડ કહે, ધિક હૈ ઇનકે ઇનકે ઇનકે ! અર્થાત કેઈ એક માણસ ભગવત કથા છોડીને વેશ્યા નૃત્ય કરાવે છે, તે સ્થળે પણ જ્ઞાનીઓએ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. મૃદંગ ધિક ધિક કહીને ધિક્કાર કરે છે ત્યારે સુર અને તાલ પુછે છે કે કેને ધિક્કારે છે? ત્યારે પેલી વરાંગના લાંબા પહોળા હાથ કરી મહેફિલમાં બેઠેલા તમાશે જેનારા સઘળાએને બતાવીને કહે છે કે આ સઘળાને ધિક્કાર છે મૃદંગ બોલે છે કે ડુબક, ડુબક ડુબક ડુબે છે ત્યારે સારંગી પુછે છે કે “કુન, કુન, કુન, કુનનન” કેણ ડુબે છે? ત્યારે વાંગના લાંબા પહેળા હાથ કરી બતાવે છે કે આ સઘળા મહેફિલમાં બેઠેલા પ્રેક્ષકે જેઓ મારી તરફ બુરી દૃષ્ટિથી જુએ