________________ 370 - આદર્શ મુન. ધર્મના નામે વૃથા ધતીંગ ચલાવે છે. શું આપ સ્વર્ગ અને નરકમાં માને છે ? શું શરીર તથા આત્મા આપના સિદ્ધાંત અનુસાર પૃથક પૃથક છે ? જે અલગ અલગ હોય તે પછી મારા દાદા કે જે મારા ઉપર અત્યન્ત પ્રેમ રાખતા હતા, તે ગુજર્યા બાદ આપના કથનાનુસાર નરકમાં ગયા હશે. કેમકે તે મારા કરતાં અનેકશ: હિંસક હતા. તેમનું હૃદય પાષાણસમ હતું. હિંસા કરતી વખતે તેમના હૃદયમાં લેશ માત્ર દયાનો સંચાર થતો નહિ. તેથી મૃત્યુ બાદ તે અવશ્ય નરકમાં ગયા હશે. તે મારી પાસે આવી મને એમ કેમ નથી કહેતા કે હે પિાત્ર! તું હિંસા આદિ અત્યાચારો કર નહિ નહિ તે નરકમાં પડી મારી માફક તારે પણ દુઃખ ભેગવવું પડશે.” મુનિરાજન! સાંભળે, ધ્યાનપૂર્વક સાંભળો. આને ઉત્તર તો સીધો અને સરલ છે. તમે તમારી પત્નિઓ સાથે જે બીજા કેઈ પુરૂષને કુચેષ્ટા કરતો જુઓ તે તે પુરુષને શું શિક્ષા કરશે? રાજા–ભગવન્! સજા શું કરું? તેને તે જાનથી મારી નાખું. મુનિ–જરા સબુર. બેલવામાં આટલી બધી ઉતાવળ ના કરે. અરે! તેને જરા થોડા સમય માટે તે જવા દેશોને ? રાજા –નહિ, મહારાજ! વિલંબ કરવાની જરૂર શી ? તેને તો દેખતાં વેંતજ તલવારથી તેના બે કટકા કરી નાખું. એમાં તે પ્રધાન જેવાની પણ સંમતિ લેવાની આવશ્યકતા નથી.