________________ આદર્શ મુનિ 377 મુનિ –હે રાજન! તમારી આ શંકાના જવાબમાં મને આટ લું જ કહેવું વાજબી લાગે છે કે જેમ કેઈ માણસ, માત્ર દિવેટનું વજન ર્યા પછી, તેમાં હવા ભરે અને ત્યાર પછી તેનું વજન કરે તો શું તેના વજનમાં વધારે થશે? તેજ પ્રમાણે શરીરમાંથી આત્મા નીકળી જતાં, તેના વજનમાં ઘટાડો થતો નથી. રાજા:–ભગવન! આપને એક બીજે પણ પ્રશ્ન પૂછવાનો છે. ચાર, પછી આઠ, સેળ, બત્રીસ એમ ટુકડે ટુકડા કરી દરેક વખતે જોયું, પરંતુ શરીરમાં કઈ પણ સ્થળે આત્મા દષ્ટિગોચર થયો નહિ. આ ઉપરથી સ્વયંસિદ્ધ થાય છે કે આત્મા જેવી વસ્તુ જ નથી. જે કંઈ છે તે શરીરજ છે. મુનિ–હે રાજન ! તમે અનભિજ્ઞ કઠિયારા જેવા છે. દષ્ટાંત તરીકે, ચાર કાષ્ઠ વેચનાર કઠિયારા હતા. એક દિવસ તેઓ ચારે જણ એકઠા મળી જંગલમાં લાકડાં લેવા ગયા. ત્યાં ચારમાંના એક જણને ત્રણે જણાએ કહ્યું, “અમે લાકડાં કાપી એકઠાં કરીશું. તેટલા વખતમાં અરણીના કાષ્ઠમાંથી અગ્નિ કાઢી ભેજન તૈયાર રાખજે.” આમ કહી પેલા ત્રણે જણ જંગલમાં ચાલ્યા ગયા, ત્યાર બાદ પેલા એકલા કઠિયારાએ અરણીના લાકડામાંથી આગ પ્રાપ્ત કરવાને માટે પહેલા તેના બે ટુકડા કર્યા. પછી ચાર, આઠ, સેળ, બત્રીસ, એમ ટુકડે ટુકડા કરી તેમાં આગની શોધ કરી. પરંતુ કાઈ પણ સ્થળે આગ નજરે ચઢી નહિ. તેથી તે કેધિત થઈ ભોજન કર્યા સિવાય ત્યાંને ત્યાંજ બેઠે રહે. કેટલાક વખત વીત્યા પછી