________________ આદર્શ મુનિ. 375 મુનિ–હે રાજન! તમે કઈ દિવસ લુહારની ભઠ્ઠી પાસે જઈ જોયું હશે કે લોખંડના દડાને જેમ વિશેષ ગરમ કરવામાં આવે છે, તેમ તે લેખંડ લાલચોળ થઈ જાય છે. હે રાજન ! એ લાલ શું પદાર્થ હશે તે કહો. રાજા–મહારાજ! એ તો અગ્નિ છે. મુનિ–કેમ, રાજા! સાકાર અગ્નિ લેહ પિંડમાં કયે માર્ગેથી તે દાખલ થયે? રાજા:–નહિ, મહારાજ! તેમાં માર્ગની બિલકુલ આવશ્ય કતા નથી. મુનિ–રાજ! બસ, એ જ પ્રમાણે જે કીડાઓમાં જીવ ઉત્પન્ન થયા તેને માટે પણ માર્ગની બિલકુલ આવશ્યક્તા નહતી. રાજા:–ભગવદ્ ! આપને હું ફરીથી પુછું છું કે જે શરીર અને આત્મા અલગ છે એમ સિદ્ધ હોય તો નિરોગી નવયુવાન અને ગગ્રસ્ત બાળક એ બંનેએ છેડેલાં તીર સરખે અંતરે કેમ નથી જતાં ? આ ઉપરથી સિદ્ધ થાય છે કે જે કંઈ છે તે શરીરજ છે. શરીરની અશક્તિને લીધેજ બંનેના હાથથી છોડેલાં તીર સરખે અંતરે પહોંચ્યાં નહિ. તેથી જે કંઈ છે તે શરીરજ છે. આત્મા આદિ કશું જ નથી. મુનિ–હે નરેશ! નિરોગી નવયુવાન માફક રોગી બાળક તીર છોડી શકતું નથી એ કેવળ શરીરનું કારણ છે. આત્મા તે એકસરખો છે. જેમ નવીન કાવડ જેટલે બોજો ઉઠાવી શકે છે એટલો બજે જર્જરિત (જુની)