________________ 368 => આદર્શ મુનિ. રાજા–પ્રધાન! પેલો મૂર્ખ કોણ છે? પ્રધાનઃ-મહારાજ! એ મૂર્ખ નથી, પણ પ્રખર વિદ્વાન છે. તેઓ શરીર અને આત્માને અલગ માને છે અને ઈશ્વર, સ્વર્ગ તથા નરકને પણ માને છે. રાજા -નહિ, નહિ, પ્રધાનજી! એને કઈ તર્કશાસ્ત્રીને ભેટો થયે નહિ હોય, તેથી તે આમ માનતો હશે. શરીર અને આત્મા એક જ છે, અને નરક કે સ્વર્ગ જેવું કશું જ નથી. ' પ્રધાન –હે નરેશ! આપના મનના કાલ્પનિક વિચારથી આપ ભલે એમ માનો. પરંતુ આ તે પ્રમાણ આપી અસ્તિત્વ સાબિત કરે છે. રાજા-આપણે એને પ્રશ્ન કરીશું તે તે ઉત્તર આપશે? પ્રધાન–જરૂર આપશે. રાજા–તો તે ઠીક, ચાલે, આપણે પણ જઈએ. રાજા તથા પ્રધાન બને ત્યાં જઈ મુનિની સન્મુખ ઉભા રહ્યા. રાજાના મનમાં અભિમાન હતું કે પહેલા આ મુનિ મારું સ્વાગત કરે, અને મારી સાથે નમ્રતાથી બોલે. ઘણે સમય વીતી ગયો. મુનિ શાન્તિપૂર્વક બેઠા રહ્યા. પરંતુ રાજાનું સ્વાગત કર્યું નહિ. ત્યારે રાજામાં કંઈક સાન આવી અને તેથી વિચાર કરી મુનિને પુછવા લાગે. રાજા–સ્વામિન ! શું આપ શરીર અને આત્માને અલગ માને છે? જો એમ માનતા હો તે કયા પ્રમાણથી?