________________ આદર્શ મુનિ 369 વળી એક બીજી વાત પણ આપને પુછું છું કે શું આપને એવું જ્ઞાન છે કે જે દ્વારા ન સાંભળેલી તથા ને જાણેલી વાતને આપ કહી શકે? મુનિઃ——હે રાજન ! જેમ કેઈ વેપારી દાણચોરી કરી માલ લઈ જવાની પેરવી કરતા હોય તેવી વાત તેં તો કહી. વિનયભાવની ચોરી કરી જ્ઞાન રૂપી માલ તું લઈ જવાને વિચાર કરે છે. મુનિનાં આ વચને સાંભળી રાજા સમજી ગયે, અને વિનયપૂર્વક મુનિને કહ્યું - સજા:–ભગવદ્ ! આપની આજ્ઞા હોય તે અહીં બેસું. મુનિ –રાજ! આ બાગ તમારી માલિકીને કહેવાય છે. આ ધર્મસ્થળ ઉપર બેસવાની કોઈને મનાઈ નથી. તમે મારી પાસે આવતા પહેલાં જ્યાં વિશ્રામ લીધે ત્યાં મને મૂર્ખ કહ્યું હતું કે નહિ? રાજા-આપનું કહેવું સત્ય છે. મેં આપને મૂર્ખ કહ્યા હતા, આપ સાચા જ્ઞાની છે. આ સમયે રાજાને વિશ્વાસ બેઠે કે આ મુનિ ખરેખર મને સમજાવશે. રાજા:–ભગવન્! શરીર અને આત્માં જુદાં નથી. આ શરીર તો પાંચ ત (પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ)નું પૂતળું છે. અંત સમયે એ પચે તો વિખુટાં પડી પિતાના મૂળ તત્ત્વમાં ભળી જાય છે. તેથી સ્વર્ગ નથી, નરક નથી, તેમજ પુનર્જન્મ પણ નથી. મનુષ્ય