________________ આદર્શ મુનિ. 367 સારાયે નગરમાં વાયુવેગે ફેલાઈ ગયા, અને તેમને ઉપદેશ શ્રવણ કરવાને નગરનાં નરનારીઓ એકત્ર થવા લાગ્યાં. તે સમયે પ્રધાન પણ ત્યાં ઉપસ્થિત થયે. ઉપદેશ પૂર્ણ થયા બાદ પ્રધાને મુનિશ્રીને વિનયપૂર્વક કહ્યું ભગવદ્ ? આવો ઉપદેશ રાજાને કરશે તે અત્યુત્તમ થશે.” મુનિએ કહ્યું, “પ્રધાનજી! મનુષ્યને જ્ઞાન શ્રવણને લાભ ચાર પ્રકારે મળી શકે છે. પ્રથમ તો મુનિઓ પાસે નમ્ર બની જવાથી, બીજું મુનિઓના નિવાસસ્થાન પર જવાથી ત્રીજું મુનિઓને સ્વહસ્તે ભેજન આપવાથી, અને ચેાથું કાઈ પણ સ્થાન પર મુનિ મળે તો નમ્રતાથી વર્તવાથી જ્ઞાન શ્રવણની પ્રાપ્તિ થાય છે. તમારા રાજમાં આ ચારમાંનું એક પણ લક્ષણ નથી તે પછી જ્ઞાન પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે ? " પ્રધાનજીએ વિનયભાવથી જણાવ્યું, “ભગવન! હું રાજાને એક વખત તે જરૂર અત્રે લાવીશ.” તક સાધીને પ્રધાને રાજને વિજ્ઞપ્તિ કરી કે અમુક દેશના ઘડાએ સારથીને ગતિમાં નિપુણતા લાવવા માટે સેંપવામાં આવ્યા હતા. તે સઘળા હવે નિપુણ થઈ ગયા છે. તેથી આપ રથમાં બેસીને તેમની તરફ નિગાહ કરે. રાજાએ આ વાતને સ્વીકાર કર્યો એટલે પ્રધાને સારથીને રથ જોડીને આવવાની આજ્ઞા કરી. રાજા તથા પ્રધાન બંને એ રથમાં બેસી નગર બહાર ફરવાને ગયા. પાછા ફરતી વખતે જે બાગમાં મુનિશ્રીને નિવાસ કરાવવામાં આવ્યો હત, તેજ બાગમાં તેઓ વિશ્રાન્તિ લેવા ઉતર્યા. રાજાની દષ્ટિ પિલા મુનિ ઉપર પડતાં તે ચેકી ઉઠયો અને બે -