________________ 314 > આદર્શ મુનિ. એમ બેલે કે, હે પૃથ્વી ! મારી તપસ્યાને પ્રભાવ અધિક હોય તો તું આધાર વિના અદ્ધર રહે.” તપસ્વી બાષિએ એમ કહ્યું. પરંતુ પૃથ્વી અદ્ધર રહી શકી નહિ. આજ પ્રમાણે સત્સંગી ઋષિને કહેવામાં આવ્યું. તેમણે પણ એમજ કહ્યું કે–“હે વસુંધરા ! મેં કરેલે સત્સંગ અધિક હોય તે વિના આધાર અદ્ધર રહે.” આ વચન ઉચ્ચારાયા કે તરતજ પૃથ્વી આધાર વિના અદ્ધર થઈ. ત્યાર પછી બંને ષિઓને સંબોધીને શેષનાગે કહ્યું, “આપના ઝઘડાને નિર્ણય પૃથ્વી દ્વારા થઈ ગયા છે. જેનું જે શ્રેષ્ઠ હતું તેના પ્રભાવથી પૃથ્વી અદ્ધર થઈ.” આ કથા ઉપરથી એમ સિદ્ધ થાય છે કે સત્સંગ સર્વથી અધિક શ્રેષ્ઠ છે. તે કરવાથી અનેક મનુષ્યોનો ઉદ્ધાર થયા છે. તેમાંના એકનું સંક્ષેપમાં વર્ણન કરૂં છું : વીસ સદીઓ પહેલાંની વાત છે કે એક સિતમ્બકા (તામ્બિકા) નામનું શહેર હતું જે આધુનિક સમયમાં પંજાબ દેશમાં પેશાવરના નામથી પ્રસિદ્ધ છે. પૂર્વે ત્યાં પ્રદેશી નામને એક રાજા રાજ્ય કરતા હતા. તેની પાસે સાત હજાર ગામો હતાં. તેની રાણીનું નામ સુરીકંથા (સુર્યકાન્તા) હતું, અને પુત્રનું નામ સુરીકંથ (સૂર્યકાન્ત) કુમાર હતું. તેને ચિત્તજી નામને પ્રધાન હતો, તે રાજ્યકારભાર ચલાવતું હતું. રાજા ઈશ્વર, આત્મા, સ્વર્ગ, નરક આદિકશામાં માનતે નહિ. તેથી તેનું હૃદય પાષાણ જેવું કઠેર બની ગયું હતું. કેઈનું પણ પ્રાણહરણ કરવું તેને માટે સહેજ વાત હતી. હિંસા કરતાં તેને તિલમાત્ર ગ્લાનિ થતી ન હતી. કેમકે તે આત્માને માન નહતો. આવાં તેનાં આચરણને લીધે તેને નાસ્તિક કહેવામાં સહેજે અતિશયેતિ થશે નહિ.