________________ આદર્શ મુનિ. ૩પ૯ ગવતજી સાહેબ, જેઓ શ્રીમંત મહારાણા સાહેબના સેળ અગર બત્રીસ ઉમરામાંના છે, તે સઘળા મહાનુભાવોએ અહીંનાં વ્યાખ્યાન પણ શ્રવણ કરવાને લાભ લીધો. આ સ્થળે એ જણાવવું ઉચિત છે કે શ્રીમન્ત મહારાણા સાહેબના સેળ તથા બત્રીસ ઉમરાવોમાંના કેટલાએક ઉમરાવો તથા અન્ય સરદારોએ એક જ વખત નહિ. બલકે અનેક વખત વ્યાખ્યાન શ્રવણ કરવાનો લાભ લીધું હતું, તથા ચાતુર્માસ સમાપ્ત થયા બાદ રાજસ્થાનમાંના પિતા પોતાના ગામમાં પધારવાનો મુનિશ્રીને અત્યાગ્રહ કર્યો હતે. આશ્વિન વદ ચૌદશના સાયંકાળે જ્યારે મુનિશ્રી શૈચક્રિયાથી નિવૃત્ત થઈ શહેર તરફ પાછા ફરતા હતા, તે વખતે બેહડાના રાવતજી સાહેબ શ્રીમાન નારસિંહજી, જેઓ શ્રીમંત મહારાણુ સાહેબના બત્રીસ ઉમરામાં એક ઉમરાવ છે, તેઓ મેટરમાં બેસી હવા ખાવા જતા હતા. તેમણે મુનિશ્રીને જેઈમેટર ઉભી રખાવી. મુનિશ્રીને વિનય તથા ભાવપૂર્વક નમસ્કાર કર્યા અને કેટલાક સમય વાર્તાલાપ કર્યો. કાર્તિક સુદી દ્વિતીયાના પ્રાતઃકાળના વ્યાખ્યાનમાં ગારક્ષાની આવશ્યક્તાનું દિર્શન કરાવવામાં આવ્યું. તે વખતે શ્રી જૈન મહાવીર મંડળના સભાસદેએ સાયંકાળે સભા અને મુનિશ્રીને વિજ્ઞપ્તિ કરી કે એ સભામાં આપ ઉપદેશ આપે, જેથી અમને શીધ્ર સફળતા પ્રાપ્ત થાય. આ જનાનુસાર નિયત સમયે લગભગ 5000 શ્રોતાઓ એકત્ર થયા હતા. શાહપુરાના રાજાજી શ્રીમાન નાણુરસિંહજી સાહેબ, મેજાના રાવત સાહેબ, પારસલીના રાવતજી સાહેબ, તથા