________________ 322 > આદર્શ મુનિ. (3) જેસિંહજી બીલને સાબરને શિકાર કરવાનું તથા તેનું માંસ ભક્ષણ કરવાનું છેડી દીધું. (4) રૂપલાલજી પંચોલીએ (5) તથા સૂરજમલજી બીલને પ્રતિજ્ઞા કરી કે અમે અમારા પિતાને માટે ન તે કદાપિ હિંસા કરીશું અથવા અન્ય પાસે કરાવીશું. (6) રસિંહજી ચુડાવતે હરણનો શિકાર કરવાનું તથા તેમનું માંસ ભક્ષણ કરવાનું છોડી દીધું. (7) રૂપસિંહજી ચુડાવતે મદિરાપાન કરવાનો ત્યાગ કર્યો. (8) મુરલીદાસજી પ્રેમીએ પ્રતિજ્ઞા કરી કે હું દરવર્ષે એક બકરાને જીવતદાન અપાવીશ. (9) ધાબાઈ કોરજીએ પ્રતિજ્ઞા લીધી કે આજથી હું શેર તથા સુવર સિવાય અન્ય જંગલી પશુઓને વિનાકારણ અગર ઇન્દ્રિય સુખપગ માટે કદાપિ વધ કરીશ નહિ. તથા સાબર, હરણ અને માછલાંનું માંસ ભક્ષણ કરીશ નહિ. (10) ધાબાઈ ગોવિંદરામજીએ સેગંદ ખાધા કે આજથી હું કઈ પણ જીવની હિંસા કરીશ નહિ. (11) રતનસિંહજી જાડે મૃગ તથા માછલાંને મારવાને તથા તેમનું માંસ ભક્ષણ કરવાનો સંપૂર્ણ ત્યાગ કર્યો. (12-13) શત્રુસિંહજી તથા વસંતસિંહજી સકરવાલે હરણ તથા સાબરને ન મારવાની તથા તેમનું માંસ ભક્ષણ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. " (14) જાલિમસિંહજી રાણાવતે ચાવજ જીવન મદિરાપાન કરવાને તથા પ્રાણિમાત્રને વધ કરવાનો ત્યાગ કરવાના કસમ ખાધા.