________________ 348 >આદર્શ મુનિ. બીજું, જે શ્રવણ કરવાથી ક્ષમાની અભિરૂચિ થાય. ક્ષમા કરવી એ મેટાઈનું લક્ષણ છે. ક્ષમા વીરસ્ય ભૂષ કેઈએ કહ્યું છે કે - क्षमा बडन को होत है, ओछन को उतपात। कहा कृष्ण को घटि गयो, जो भृगुजी मारी लात // અર્થાત ક્ષમા મેટાઓજ કરી શકે છે. સાધારણ માણસે ક્ષમા નથી કરી શકતા, તેથીજ ક્ષમા એ મેક્ષ મેળવવાનું બીજું સાધન છે. ત્રીજું જેના શ્રવણથી “દિર” જીવે પર દયાદષ્ટિ રાખવાનો ભાવ ઉત્પન્ન થાય છે. જીવદયા વિના આત્માને મોક્ષ થતું નથી. તેથી આ પણ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે. પ્રાણી માત્ર ઉપર દયાદષ્ટિ રાખવી એ મનુષ્ય માત્રનું કર્તવ્ય છે, કેમકે ભગવાન મહાવીરે કહ્યું છે - सव्वे जीवा वि इच्छन्ति जीविउ न मरीझिउ / तम्हा पाणवहं घोरं, निग्गन्था वज्झयन्ति णं // દશ વૈકાલિક અધ્યાય-૬, ગાથા 11.] અર્થાત આ સૃષ્ટિમાં જેટલાં ચરાચર પ્રાણીઓ છે, તે સઘળાં જીવવાની ઈચ્છા રાખે છે. કેઈ પણ મરવાની તત્પરતા કે ખુશી બતાવતું નથી. સઘળાં મૃત્યુથી ભયભીત બની, પિતાના પ્રાણ બચાવવાના પ્રયત્ન આદરે છે. ચાહે એટલે દુઃખી અથવા પીડિત છવ હશે તો પણ તેના દેહને બીજાના કાર્યથી અગર હીલચાલથી કષ્ટ પડે છે, તો તે તરતજ પિતાના શરીરને સંકુચિત કરી લે છે. આપ ચાહે ત્યાં નજર નાખો. કીડી જે ક્ષુદ્ર જીવ પણ આપણે હાથ