________________ 346 > આદર્શ મુનિ. આશ્વિન વદ પંચમીના મધ્યાહ્નકાળે શ્રીમાન યુવરાજ કુંવર સાહેબ તરફથી શ્રીમાન મદનસિંહજી સંદેશ લાવ્યા કે કે મુનિશ્રી “સમર બાગ પધારવાની કૃપા કરે.” આ પ્રમાણેની સૂચના મળતાં મુનીશ્રી સ્વશિષ્ય મંડળી સહિત સમાર બાગમાં પધાર્યા. યુવરાજ મહારાજ કુંવર સાહેબે વિનય તથા ભક્તિભાવપૂર્વક મહારાજશ્રીનું સ્વાગત કર્યું. ત્યારબાદ કેટલાક સમય મહારાજશ્રી તથા યુવરાજશ્રી વચ્ચે પરસ્પર વાર્તાલાપ થયા બાદ મહારાજશ્રીએ ઉપદેશ આપવાને આરંભ કર્યો.