________________ 324 - > આદર્શ મુનિ વાનો તથા તેમનું માંસ ભક્ષણ ના કરવાને પોતાને મનસુબે મહારાજશ્રી સમક્ષ પ્રગટ કર્યો. (24) હજૂરી મેડાએ કહ્યું કે હું સુવર, હરણ, તથા માછલાંને કદાપિ મારીશ નહિ. તેમજ તેમના માંસનું કદાપિ ભક્ષણ કરીશ નહિ. (25) છડીદાર શ્રીબશે જળચર જીવો તથા ગગન વિહારી પંખેરૂના વધને સદંતર ત્યાગ કર્યો. (26) છડીદાર ભૈરાએ કહ્યું કે શેર તથા સુવર સિવાય કેઈ પણ નિરપરાધી પ્રાણનું કદાપિ પ્રાણ હરણ કરીશ નહિ. તથા જન્મપર્યત મદિરાપાન તથા માંસનું સેવન કરીશ નહિ. (ર૭) ગેમા મસાનીએ મહિનામાં માત્ર આઠ દિવસ સિવાયના કેઈ પણ બીજા દિવસે મદિરા તથા માંસનું ગ્રહણ ન કરવાના સોગન લીધા. (28) ચતુર્ભુજ બારીએ માછલા ખાવાનો ત્યાગ કર્યો. તથા અન્ય કઈ પણ પશુપક્ષીને ન મારવાના સોગંદ ખાધા. (ર૯) હરી મહાદેવે સુવર, બકરા તથા સસલા સિવાય અન્ય સર્વે જંગલી પશુઓને વધ ન કરવાનું નિશ્ચયાત્મક પણ લીધું. આ પ્રમાણે ઉપરોક્ત પ્રકારના ત્યાગ તથા છ પ્રત્યે ઉપકારનાં અનેક કૃત્ય કરતાં કરાવતાં મુનિરાજે અહીંથી વિહાર કર્યો. - અહીંથી મુનિશ્રીએ પિતાનાં પાતાં પગલાં “બારડામાં ર્યા. જ્યાં રાવતજી સાહેબ શ્રીમાન દલીપસિંહજીને તેઓ