________________ > આદર્શ મુનિ. થઈ શકાય? તે તેને સીધો સરળ ઉત્તર એ છે કે જેવી રીતે સુવર્ણની શ્યામતા (અશુદ્ધિ-મેલ) દૂર કરવાને ચાર વસ્તુઓની આવશ્યકતા હોય છે, તેવી જ રીતે પહેલાં જે પાપ થઈ ગયાં હોય તેમને જ્ઞાન, શ્રદ્ધા, ત્યાગ તથા તપ એ ચારેયથી નાશ કરો. ત્યાર પછી તે આત્મા પવિત્ર બને છે. - દેહરો મૂસી પાવક સેહણી, કુંકણ તણો ઉપાય રામ ચરણ ચાર મિલે મિલ કનક કે જાય . અર્થાત–કુલડી, અગ્નિ, ટંકણખાર તથા ભુંગળી (કુંકણ) આ ચારે એકત્ર થતાં સોનાની અશુદ્ધિ દૂર થાય છે. તેજ પ્રમાણે પાપરૂપી મેલને ત્યાગ કરવાને જ્ઞાન, શ્રદ્ધા, ત્યાગ અને તપની આવશ્યકતા છે. બસ આ ચારેની માણસ સાચા દિલથી આરાધના કરે, તે તેના આત્માથી પાપબંધન છૂટાં પડી જશે. એ નિસ્યદેહ છે, અને તેને પરમાત્મા પદની પ્રાપ્તિ થવામાં બીલકુલ વિલંબ થતું નથી. મનુષ્યાવતારને આવે દુર્લભ અવસર પ્રાપ્ત થવા છતાં પણ માનવી સત્કર્મો તરફ લક્ષ આપે નહિં, તો પછી આ ભવનો અંત આવતાં પરભવમાં પુણ્યવિના કોણ સહાયક થશે? નીતિમાં કહ્યું છે કે - धनानि भूमौ पशवश्च गोष्ठे, नारी गृहद्वारी सखा स्मशाने / देहश्चितायां परलोकमार्गे, धर्मानुगो गच्छति जीव एकः / / અર્થાત–ધન તે ભૂમિમાંજ રહી જશે, તથા હાથી ઘોડા ઈત્યાદિ જેટલાં પશુઓ હશે, તે બધાં પિતપતાના