________________ આદર્શ મુનિ. , 37 * . શ્રી ' પત્ર નં. ૪ર મળે. તેની વિગત વાંચતાં એમ માલુમ પડયું છે કે શ્રીમાન મુનિ મહારાજશ્રી 1008 શ્રી ચૈથમલજી સાહેબ અષાડ સુદ ૬ને દિવસે ચાતુર્માસ કરવા ઉદયપુરમાં પધાર્યા છે, તેથી અત્યંત આનંદ થયો છે. જેમનાં પૂર્વ જન્મનાં પુને ઉદય થયો હોય એવા મનુષ્યને આવા મુનિઓના શુભાગમન તથા તેમનાં દર્શન તથા ધર્મોપદેશોનો લાભ મળે છે. કિં બહુના? આ અવસર પ્રાપ્ત થવા માટે શહેરનું અહેભાગ્ય માનવું જોઈએ. અત્રે પધારવાનું ન થયું, તેથી દિલગીર છીએ પણ ઉપાય શો? જ્યારે કે પૂર્વ પુણ્યાને પ્રભાવ પડે છે, ત્યારે આવા મુનિઓના દર્શન તથા સંભાષણને લાભ મળે છે અને અમે એ લાભ નથી મેળવી શક્યા, એ અમારા નગરનું દુર્ભાગ્ય છે. મુનિ મહારાજ અમને યાદ કરે છે, તે માત્ર તેમની કૃપા છે. હું ભાદ્રપદના કૃષ્ણપક્ષ સુધીમાં ઉદયપુર આવી પહોંચીશ. શ્રીમાન શ્રી શ્રી 1008 શ્રીમુનિ મહારાજની સેવામાં વંદન હજો. (દ.) લાલસિંહ, મુ. પારસેલી. આષાડ સુદ 14 થી “ભગવતીજી સૂત્ર” તથા સાથે સાથે સ્વરચિત “ધનચરિત્ર” નાના પ્રકારના ઉપદેશો સાથે સંકળાવીને સરળતાથી સમજાવવાનું શરૂ કર્યું. શ્રેતાઓ આ સાંભળીને ચકિત થતા અને પોતાનાં પૂર્વકૃત દુરાચરણ માટે પશ્ચાત્તાપ પ્રગટ કરી, ભવિષ્યનાં આવાં પાપચરણોથી વિમુખ થતા હતા. મહારાજશ્રીની સેવામાં અષાડ સુદ 14 થી શાસ્ત્ર વિશારદ શ્રી મજૈનાચાર્ય પૂજ્યવર શ્રી મુન્નાલાલજી મહારાજના