________________ આદર્શ મુનિ. , ૩ર૪ સિંહજી સાહેબે મહારાજશ્રીનાં બે વ્યાખ્યાન શ્રવણ કરવાને સુઅવસર પ્રાપ્ત કર્યો. એટલું જ નહિ પરંતુ દર્શનાર્થે આવેલા ભાવિક ભક્તો તથા સમસ્ત શ્રાવકને, રાવતજી સાહેબ તરફથી શ્રદ્ધાપૂર્વક ભજનને પણ યંગ્ય એટલે કે દેશ-કાળ તથા પાત્રને છાજે તે મુજબને પ્રબંધ કરવામાં આવ્યા. મહારાજશ્રીના સત્સંગથી તથા સદુપદેશ સાંભળી પિતાને કૃતકૃત્ય માની રાવતજીએ મહારાજશ્રીના ચરણમાં અભયદાનો એક પટે સમર્પણ કર્યો. (પટાની વિગત પરિશિષ્ટ પ્રકરણ ૧લામાં જુઓ.) શ્રીમાન રાવતજી પણ હિંદુ-કુલ સૂર્ય, આર્યવંશના મનોહર વિજયધ્વજ, શ્રીમાન્ મહારાણ મેવાડાધિપતિના સેળ ઉમરામાં એક છે. “મનનો ચેન ન જ પશુ: એ ઉક્તિ અનુસાર અન્ય ભકત તથા સરદારેએ પણ રાવતજીનાં સત્કાર્યોનું અવલોકન કરી નિમ્નલિખિત યાદી મુજબ ત્યાગ તથા પ્રતિજ્ઞાઓ કરી:. જૈન સંપ્રદાયના મુનિ મહારાજ શ્રીચેથમલજી મહારાજનું વ્યાખ્યાન કુરાવણના મહેલમાં થયું, તે પ્રસંગે નીચે દર્શાવેલા અમલદારે તથા જાગીરદાર તથા હજૂરીઆઓ વિગેરેએ પ્રતિજ્ઞા લીધી તથા ત્યાગ કર્યા - (1) ઠાકુર જસવંતસિંહજી સાહેબે આજથી સઘળાં નિરપરાધી તથા મૂંગા પ્રાણીઓને અભયદાન દેવાનાં સેગંદ ખાધા. (2) રામસિંહજી રાણાવતે પ્રતિજ્ઞા કરી કે આજથી હું શેર અને સુવર સિવાય કોઈપણ જંગલી પશુને કદાપિ વધ કરીશ નહિ તથા સાબર હરણ અને માછલાંઓની હત્યા તથા ભક્ષણ કરીશ નહિ.