________________ 310 > આદર્શ મુનિ. એ ખરેખર શું ઐથમલજી મહારાજ છે? કે બીજે કઈ વક્તા છે? ત્યારે ડ્રાઈવરે ગંભીરવદને નિશ્ચયાત્મક અવાજથી કહ્યું કે હજૂર! એ તેજ મુનિરાજ છે. બીજે કઈ વ્યાખ્યાનકાર નથી. જ્યારે આ બાબતની ચોક્કસ ખાત્રી થઈ, ત્યારે રાજરાણુ સાહેબના હુકમથી ડાઈવરને મેટર પાછી ફેરવીને તેજ સ્થળે લાવવી પડી. જ્યાં શ્રેતાઓની એ શાન્ત મેદનીમાં શેર સમાન નિર્ભયતાથી પોતાની ગંભીર ગર્જનાથી મહારાજશ્રી ધર્મોપદેશ દ્વારા, સંસારી જીની વિકટ વિટંબણાઓને સહજ ભાવે સરળ બનાવી રહ્યા હતા. ડાઈવરે પિતાના માલિકની આજ્ઞાને એકદમ માથે ચઢાવી. નિયત સ્થાને પહોંચ્યા બાદ રાજરાણું સાહેબ એકદમ મોટરમાંથી ઉતરી પડયા. અને મુનિશ્રીને સવિનય પ્રણામ કરી તેમની સમક્ષ આવીને વિરાજ્યા. આ પ્રમાણે તેમનું અચાનક આગમન થવાથી સઘળા શ્રોતાઓને અત્યંત કુતુહલ થયું, અને તેઓ વિચારસાગરના રમણે ચડેલા તરંગોમાં આમ તેમ જોવા લાગ્યા. બન્યું હતું પણ ખરેખર એમજ. કેમ કે રાજરાણું સાહેબ ત્યાં પધારવાના છે એવી કઈ પ્રકારની સૂચના તેમને મળી ન હતી. પ્રવચન સમાપ્તિ થતા સુધી રાજરાણા સાહેબ ત્યાં સ્વસ્થ ચિત્તે બેઠા રહ્યા. તે વખતે, તેમના ચહેરા ઉપરના ભાવથી સ્પષ્ટ રીતે માલુમ પડતું હતું કે, મુનિશ્રીના ઉપદેશ અને દર્શનથી તેમના દિલમાં આનંદની ઉર્મિઓ એક પ્રકારની વિચિત્ર ઉથલપાથલ મચાવી રહી હતી. જ્યારે વ્યાખ્યાન સમાપ્ત થયું ત્યારે રાજરાણું પિતાના મહેલમાં પાછા ફર્યા. પરંતુ એક બે દિવસ પછી તેમના તરફથી માનભર્યો એક સંદેશ આવ્યું. કે “આપ આપનાં પનોતા પગલાં મહેલમાં કરી