________________ 31 >આદર્શ મુનિ | (3) શ્રી ચમનદાનજી આશિયાએ હરણ તથા પક્ષીઓનો શિકાર કદાપિ નહિ કરવાની પ્રતિજ્ઞા કરી. (4-6) શ્રી ચતુરસિંહજી સગતાવત તથા પર્વતસિંહજી માજાવત તથા દલેલસિંહજી સગતાવતે પણ ઉપરના નં. 3 મુજબ પ્રતિજ્ઞા કરી. . (7) શ્રી કિશનસિંહજી શકેડે કંઈ પણ પ્રકારને શિકાર ખેલવાનો તથા હરણનું માંસ ખાવાને ત્યાગ કર્યો. (8) શ્રી મનહરસિંહજીએ હરણના શિકારને બિલકુલ ત્યાગ કર્યો, તથા શિકારના માંસ ભક્ષણને સંપૂર્ણ ત્યાગ કર્યો. (9) શ્રી ઉમેદસિંહજી સગતાવતે હરણ, માછલી, સુવર તથા પક્ષીઓ માત્રને શિકાર કરે નિષિદ્ધ સમજી ત્યાગ કર્યો. . (10-11) પ્રભુદયાલ ઘાબાઈ તથા પરથાજી કાલૂએ માંસ તથા મદિરાપાનને ત્યાગ કર્યો. . (12) નથુરામજી એરીદારે સુવર તથા હરણ તથા પક્ષીઓની પ્રાણ-રક્ષા કરવાની પ્રતિજ્ઞા કરી. (13) સુરજમલજી છડીદારે હરણ તથા પક્ષીના શિકારને ત્યાગ કર્યો. (14) દયારામ હજૂરીએ મદિરાપાન તથા હરણ અને પંખેરૂના શિકારને પરિત્યાગ કર્યો. . (15) લચ્છીરામ હજૂરીએ મદિરાપાન તથા માંસ ભક્ષણનો ત્યાગ કર્યો. (16) વ્રજલાલ છડીદારે હરણ તથા પક્ષીઓને મારવાનું છોડી દીધું.